Surat : સુરત એરપોર્ટ પર હવે દૈનિક 58 ફ્લાઇટ્સનું આવાગમન, દૈનિક મુસાફરોની સંખ્યા 3 હજારને પાર

|

Nov 15, 2021 | 4:33 PM

અનેક નવી એરલાઇન્સો સુરત એરપોર્ટ સાથે કનેક્ટ થઇ રહી છે. એટલું જ નહીં નવા શહેરો સાથે પણ સુરતની કનેક્ટિવિટી વધતા હવે મુસાફરોની સંખ્યા પણ વધી છે.

Surat : સુરત એરપોર્ટ પર હવે દૈનિક 58 ફ્લાઇટ્સનું આવાગમન, દૈનિક મુસાફરોની સંખ્યા 3 હજારને પાર
Surat: Now 58 daily flights arrive at Surat airport, daily passenger number exceeds 3 thousand

Follow us on

ગત વર્ષે કોરોનાના કારણે સુરત એરપોર્ટ (Surat Airport) પર મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાવા પામ્યો હતો. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાના કારણે સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની (passengers) સંખ્યા ઘટી ગઈ હતી. પણ હવે ફરી એકવાર સુરત એરપોર્ટ કોરોના પહેલાની સ્થિતિમાં હતું તેવી મુસાફરોની ક્ષમતા સાથે ફરી એકવાર ધમધમવા લાગ્યું છે. 

30 ઓક્ટોબરે સ્પાઈસ જેટે તેના શિયાળાના સમયપત્રકમાં અચાનક સુરત એરપોર્ટ પર 7 ફ્લાઈટ બંધ કરી દીધી હતી. હવે GoFirst એ તેની ફ્લાઈટ્સથી આ ફ્લાઈટ્સની અછતને પૂરી કરી છે. 11 નવેમ્બરથી GoFirst સુરત એરપોર્ટથી દિલ્હીની બે અને કોલકાતા અને બેંગ્લોરની એક-એક ફ્લાઈટ સાથે શરૂ થઈ હતી. આ ફ્લાઇટ્સ દરરોજ કાર્યરત છે.

ચાર ગો ફર્સ્ટ ફ્લાઇટના આગમન સાથે, હવે સુરત એરપોર્ટ પર કુલ 58 ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થયું છે. તેમાંથી 29 ફ્લાઈટ્સ ઇનકમિંગ છે અને 29 આઉટગોઈંગ છે. જેના કારણે દૈનિક મુસાફરોની સંખ્યા ફરી ત્રણ હજાર જેટલી થઈ ગઈ છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

સ્પાઈસજેટે અચાનક શિયાળાના સમય પત્રકમાંથી મુંબઈ, બેંગ્લોર, ઉદયપુર, હૈદરાબાદ, ભાવનગર, જબલપુર અને પટનાની ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ફ્લાઈટમાં આવતા-જતા 3500થી વધુ મુસાફરોને અસર થઈ હતી. નવા સમયપત્રક મુજબ હવે સુરત એરપોર્ટ પરથી સ્પાઈસ જેટની માત્ર દિલ્હી, ગોવા અને જયપુર ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે.

સાત ફ્લાઇટમાં અચાનક ઘટાડો થવાને કારણે પેસેન્જર વૃદ્ધિમાં ઘટાડો થયો હતો. હવે ગો ફર્સ્ટ એરલાઇન્સની ચાર ફ્લાઇટ્સ શરૂ થવાથી પેસેન્જર ગ્રોથમાં વધારો થયો છે. તમામ GoFirst ફ્લાઇટ્સમાં વપરાતું એરક્રાફ્ટ 186-સીટર છે, જ્યારે SpiceJetનું એરક્રાફ્ટ 78-સીટર હતું.

આમ, અનેક નવી એરલાઇન્સો સુરત એરપોર્ટ સાથે કનેક્ટ થઇ રહી છે, એટલું જ નહીં તેની સાથે સાથે નવા શહેરો સાથે પણ સુરતની કનેક્ટિવિટી વધતા હવે મુસાફરોની સંખ્યા પણ વધી છે. હાલ દિવાળી વેકેશનમાં ભાડું વધારે હોવા છતાં ફ્લાઇટ મારફતે ફરવા જનારા લોકોની સંખ્યા સૌથી વધારે હતી. જેનો સીધો ફાયદો સુરત એરપોર્ટને થયો છે.

 

આ પણ વાંચો : Surat : સુરતમાં તૈયાર થશે રાજ્યનો પહેલો બાયોડાયવર્સીટી પાર્ક, 86 હેકટર જગ્યામાં સાકાર થશે અર્બન ફોરેસ્ટ

આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

Next Article