Surat : કોરોનાના કેસો વધતા અઠવા-રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ સોસાયટીમાં નવરાત્રી નહીં યોજવા આદેશ

|

Oct 05, 2021 | 8:10 AM

અઠવાની આવી 41 સોસાયટીઓ છે અને રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતી 30 સોસાયટી એવી છે જ્યાં કોરોનાના કેસો વધ્યા છે. જેથી હવે ફરી અહીં સક્રમણ ન વધે તેના માટે પાલિકાએ નવરાત્રી નહીં યોજવા સૂચના આપી છે.

Surat : કોરોનાના કેસો વધતા અઠવા-રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ સોસાયટીમાં નવરાત્રી નહીં યોજવા આદેશ
Surat: Navratri ordered not to be held in Contentment Society of Athwa Rander area due to increasing cases of Corona

Follow us on

Navratri નવરાત્રી શરૂ થાય તે પહેલા જ સુરતના રાંદેર (rander) અને અઠવા (athwa) વિસ્તારમાં કોરોનાના (corona cases) કેસો પણ વધવા લાગ્યા છે. જેથી હવે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે સોસાયટીઓમાં કેસ વધ્યા છે તે સોસાયટીઓમાં આરોગ્ય વિભાગે નવરાત્રી નહીં યોજવા આદેશ આપ્યા છે. 

અઠવાની આવી 41 સોસાયટીઓ છે અને રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતી 30 સોસાયટી એવી છે જ્યાં કોરોનાના કેસો વધ્યા છે. જેથી હવે ફરી અહીં સક્રમણ ન વધે તેના માટે પાલિકાએ નવરાત્રી નહીં યોજવા સૂચના આપી છે. જો ક્લસ્ટર એરિયાની આજુબાજુ એકાદ બે કેસ પણ નોંધાયા હોય તો કોર્પોરેશન દ્વારા તેવી સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખ સાથે મળીને કોરોનની ગાઈડલાઇનનું પાલન કરીને નવરાત્રી યોજવા જણાવ્યું છે. અને જો કેસ નોંધાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા જે સોસાયટી કે મહોલ્લામાં નવરાત્રી યોજાવાની છે ત્યાં દૈનિક ધોરણે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. ફરજીયાત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય, અચૂક માસ્ક પહેરવામાં આવે, તેવી બાબતો પર ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ સ્થાનિકને ગળામાં દુખાવો કે કોરોનાના કોઈ લક્ષણો હોય તો તેવા રહીશોને નજીકનુ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગ માટે જવા જણાવવામાં આવ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકે સોસાયટી કે એપાર્ટમેન્ટમાં કોરોના પોઝિટિવ કેસ આવશે તો એપિડેમિક ડિસીઝ એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ, કોરોનાના કેસ વધતા શહેરના અઠવા અને રાંદેરની કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતી 41 અને 30 જેટલી સોસાયટીઓ આ વખતે નવરાત્રી નહિ કરી શકે.

આ બંને એવા વિસ્તારો છે જ્યાં કોરોનાની બીજી લહેરમાં પણ કેસો વધવાની શરૂઆત આ જ વિસ્તારમાંથી થઇ હતી. જેથી પાલિકા દ્વારા આ વખતે કોઈ પણ રિસ્ક લીધા વગર અગમચેતીના ભાગરુપે લોકોને પણ સલામત રહેવા સૂચના આપવામાં આવી રહી છે. નવરાત્રી અને આવનારા બીજા તહેવારોને ધ્યાનમાં રાખીને કેસ ન વધે તે માટે પાલિકા ચિંતિત દેખાઈ રહી છે.

 

આ પણ વાંચો : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હેઠળ સુરતના ખેડૂતોને સંપાદિત જમીનનું વળતર ચૂકવાયું

આ પણ વાંચો : Surat : નટુકાકાને પસંદ હતી સુરતની રતાળુપુરી, નાટક માટે સુરત આવતા ત્યારે અચૂક સ્વાદ લેતા

Next Article