Surat : માનવતા નેવે મુકાઈ, અધૂરા માસે જન્મેલા બાળકને ત્યજીને માતા ફરાર, નવજાત બાળકનુ મોત

|

Sep 21, 2021 | 3:12 PM

માતાએ લખાવેલ સરનામાંના આધાર પર પોલીસ જયારે તપાસ કરવા ગઈ ત્યારે તે સરનામું પણ ખોટું હોવાનું માલુમ પડ્યું હતું. દરમ્યાન વોર્ડમાં સારવાર લઇ રહેલા બાળકનું પણ મોત થયું છે. હવે પોલીસે આરોપી માતાની શોધખોળ શરૂ કરી છે. 

Surat : માનવતા નેવે મુકાઈ, અધૂરા માસે જન્મેલા બાળકને ત્યજીને માતા ફરાર, નવજાત બાળકનુ મોત
Surat: Mother absconds leaving premature baby: Death of baby

Follow us on

Surat સુરતના ડિંડોલી(Dindoli ) વિસ્તારમાં રહેતી એક મહિલાએ આશરે 18 દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલના(Civil Hospital ) ટ્રોમા સેન્ટર પાસે જ અધૂરા માસના એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માતા અને નવજાત બાળકને જુદા જુદા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે તારીખ 7મીના રોજ જ મહિલા પોતાના બાળકને વોર્ડમાં તરછોડીને ભાગી ગઈ હતી. બીજી બાજુ બાળકનું સારવાર દરમ્યાન મોત થયું છે.

મહિલાએ સિવિલના ચોપડે જે એડ્રેસ લખાવ્યું હતું ત્યાં જઈને ખટોદરા પોલીસે તપાસ કરતા પોલીસની ટીમને તે એડ્રેસ પણ ખોટું હોવાનું જાણવા મળ્યું હતું. નવાગામ, ડિંડોલીમાં રહેતી પૂજા પ્રમોદ કેવટને તારીખ 4 સપ્ટેમ્બરના રોજ પ્રસુતિ પીડા ઉપડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે તેણીને સિવિલ ટ્રોમા સેન્ટર પાસે જ પ્રસુતિ થઇ ગઈ હતી. અને તેણીએ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો હતો. જન્મ સમયે બાળક ખુબ ઓછું વજન ધરાવતો હતો.

ત્યારબાદ બાળકને એનઆઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે માતાને અન્ય વોર્ડમાં મુકવામાં આવી હતી. દરમ્યાન તારીખ 7મીના રોજ માતા કોઈને પણ જાણ કર્યા વિના અને પોતાના બાળકને વોર્ડમાં મૂકીને જ ભાગી ગઈ હતી. આ અંગે જયારે હોસ્પિટલના સ્ટાફને જાણકારી થઇ ત્યારે પોલીસે માતા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

માતાએ લખાવેલ સરનામાં ના આધાર પર પોલીસ જયારે તપાસ કરવા ગઈ ત્યારે તે સરનામું પણ ખોટું હોવાનું માલુમ પડ્યું હતું. દરમ્યાન વોર્ડમાં સારવાર લઇ રહેલા બાળકનું પણ મોત થયું છે. હવે પોલીસે આરોપી માતાની શોધખોળ શરૂ કરી છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

સીસીટીવીના આધારે તપાસ શરૂ 
બાળકને ત્યજી દેનાર મહિલા વિરુદ્ધ ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા જે સમાજમાંથી આવે છે તે સમાજના આગેવાનો સાથે પણ મળીને મહિલાના નામ ઠામ વિષે જાણકારી મેળવવામાં આવી રહી છે. પરંતુ સમાજના લોકો પણ આ મહિલાથી અજાણ હોવાનું સામે આવ્યું છે. હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલાની અટક કર્યા પછી જ સાચું કારણ બહાર આવશે કે બાળકને તરછોડી જવા પાછળનું કારણ શું હતું.

આ પણ વાંચો : Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

 

આ પણ વાંચો:  Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

Next Article