Surat : મેટ્રોને અન્ય પરિવહન સેવા સાથે જોડાશે, એક જ ટિકિટમાં મેટ્રો, સિટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાશે

|

Oct 23, 2021 | 8:20 AM

સુરત મહાનગર પાલિકા સાથે સંકલન કરીને તમામ મેટ્રો સ્ટેશનની સાથે સીટી બસ, બીઆરટીએસ બસ, સાઇકલ શેરિંગ અને ઓટો રીક્ષા સહિતની વ્યવસ્થા કનેક્ટ કરવામાં આવશે.

Surat : મેટ્રોને અન્ય પરિવહન સેવા સાથે જોડાશે, એક જ ટિકિટમાં મેટ્રો, સિટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાશે
Surat Metro

Follow us on

સુરતના ડ્રિમ પ્રોજેક્ટ મેટ્રો રેલ (Metro Rail Project) માટે આશરે 12 હજાર કરોડનું રોકાણ થાવનું છે. જેના માટે સરકારના સહયોગથી મેટ્રો રેલ કોર્પોરેશન માટે વિદેશી કંપનીઓની લોનની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આવી જ એક એજન્સી ફ્રાન્સની ફ્રાંસાઈઝ ડી ડેવલપમેન્ટ (એએફડી) અને તેની શસ્ત્ર કન્સલ્ટન્ટ કેએફડબ્લ્યુ દ્વારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 250 મિલિયન યુરો એટલે કે 2200 કરોડ રૂપિયા જેટલી લોન આપવા પણ તૈયારી બતાવી છે. તેથી આ બને એજન્સીનું પ્રતિનિધિ મંડળ સુરત આવી પહોંચ્યું છે.

પ્રતિનિધિ મંડળ દ્વારા જુદી જુદી સાઈટની વિઝીટ કર્યા બાદ જીએમઆરસી અને સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે મિટિંગ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને મેટ્રો સ્ટેશન પર ઉતર્યા બાદ મુસાફરોને અન્ય જગ્યાએ પહોંચવા માટે આનુસંગિક કનેક્ટિવિટી માટે શું આયોજન છે ? તેવો સવાલ ફંડિગ એજન્સીના પ્રતિનિધિઓએ કરતા જીએમઆરસી દ્વારા મેટ્રો અને મહાનગર પાલિકાની માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના ઇન્ટીગ્રેટેડ પ્લાન અંગે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

સુરતમાં મેટ્રો રેલની જુદી જુદી સાઈટની વિઝીટ કરીને પ્રતિનિધિ મંડળ દ્વાર અજીએમઆરસીના અધિકારીઓ સાથે મેરેથોન મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં ફોરેનની ફંડિંગ એજન્સી દ્વારા મેટ્રો સાથે કનેક્ટિંગ માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંગે સવાલો કરતા જીએમઆરસીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા સાથે સંકલન કરીને તમામ મેટ્રો સ્ટેશનની સાથે સીટી બસ, બીઆરટીએસ બસ, સાઇકલ શેરિંગ અને ઓટો રીક્ષા સહિતની વ્યવસ્થા કનેક્ટ કરવામાં આવશે.

તેમજ એક જ ટિકિટના માધ્યમથી મેટ્રો, સીટી બસ, બીઆરટીએસ બસ વગેરેમાં મુસાફરી કરી શકાય તેવી સુવિધા અને વ્યવસ્થા ઉભી કરવાંમાં આવશે. મુસાફરોને માસ ટ્રાન્સપોર્ટેશનની પુરી સરળ સાઇકલ મળી રહે અને લોકો મહત્તમ તેનો ઉપયોગ કરતા થાય તે દિશામાં આ નિર્ણય વિચારવામાં આવ્યો છે. એટલે કે મુસાફરો હવે એક જ ટિકિટ ખરીદીને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચી શકવામાં સરળતાથી લાભ લઇ શકશે.

જે રીતે શહેરમાં અન્ય વાહનોની સંખ્યા વધી રહી છે તેને જોતા કોર્પોરેશન દ્વારા ભવિષ્ય્માં ઉભી કરવા જનાર આ સુવિધાથી લોકોને મુસાફરીમાં મોટી રાહત પણ મળી રહેશે.

 

આ પણ વાંચો : Surat : પ્રદુષણ ઘટાડવા સુરત કોર્પોરેશન રોડમેપ બનાવશે, ફરિયાદ માટે વેબસાઈટ પણ લોન્ચ કરશે

આ પણ વાંચો : સુરતમાં રફ હીરાની હરાજી થશે, રશિયાની વિશ્વની ટોચની કંપની અલરોઝાએ દર્શાવી તૈયારી

Next Article