Surat : પાંડેસરા બાળકી બળાત્કાર કેસમાં આરોપીને પોર્ન વિડીયો ડાઉનલોડ કરી આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરાઈ

પાંડેસરા પોલીસે આઇપીસી 292 હેઠળ તેની ધરપકડ કરીને મેમરી કાર્ડ, કોમ્યુટર અને કાર્ડ રીડર કબ્જે કર્યું છે. લક્કી ઉર્ફે સાગર ગુગલ અને યુ ટ્યુબ પરથી પોર્ન વિડીયો ડાઉનલીડ કરીને મેમરી કાર્ડમાં કોપી કરીને તે કાર્ડ રૂ. 300 માં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Surat : પાંડેસરા બાળકી બળાત્કાર કેસમાં આરોપીને પોર્ન વિડીયો ડાઉનલોડ કરી આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરાઈ
Surat: Man arrested for downloading porn video to accused in Pandesara girl rape case
| Edited By: | Updated on: Nov 11, 2021 | 11:34 AM

વડોદ ગામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની માસુમ બાળકીનું દિવાળીના દિવસે અપહરણ(Kidnap) કરીને તેના પર દુષ્કર્મ કર્યા બાદ તેની કરપીણ હત્યા(murder) નિપજાવવાના કેસમાં પાંડેસરા પોલીસ દ્વારા આરોપી ગુડ્ડૂ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમ્યાન પોલીસને આરોપીના મોબાઇલમાંથી 150 જેટલી પોર્ન કલીપ મળી આવી હતી.

રિમાન્ડ દરમ્યાન પોલીસે આરોપીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. તેને પોતાના મોબાઈલમાં જે 150 પોર્ન વિડીયો ડાઉનલોડ કરાવ્યા તે દુકાને દરોડા પાડીને દુકાનદારની પણ ધરપકડ કરી છે અને તેની પાસેથી પણ પોર્ન વીડિયો વાળા મેમરી કાર્ડ અને કોમ્પ્યુટર પણ કબજે લીધા હતા.

વડોદ ગામ વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની ઘરના આંગણામાં રમી રહેલી અઢી વર્ષની માસુમ દીકરીનું ઘરના આંગણામાંથી જ અપહરણ કરીને દુષ્કર્મ કર્યા બાદ નરપિશાચ પાડોશી અને બે સંતાનોના પિતા એવા ગુડ્ડુ મધેશ યાદવ હાલ રિમાન્ડ હેઠળ છે. રિમાન્ડ દરમ્યાન માસુમ બાળકીનું અપહરણ કયા રસ્તેથી કરવામાં આવ્યું અને જે જગ્યા પર તેને આ કૃત્ય આચર્યું ત્યાં લઇ જઈને તમામ બાબતોનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તેના મોબાઇલમાંથી મળી આવેલા 149 જેટલા પોર્ન વિડીયો અંગેની તપાસમાં પોલીસે વડોદ ગામના આશીર્વાદ નગરમાં રહેતા અને જય અંબે નામની દુકાન ચલાવતા વ્યક્તિના ત્યાં દરોડા પડ્યા હતા. જ્યાંથી દુકાનદાર લક્કી ઉર્ફે સાગર વિજય શાહની પોલીસે ધરપકડ કરી હતી.

પાંડેસરા પોલીસે આઇપીસી 292 હેઠળ તેની ધરપકડ કરીને મેમરી કાર્ડ, કોમ્યુટર અને કાર્ડ રીડર કબજે કર્યું છે. લક્કી ઉર્ફે સાગર ગુગલ અને યુ ટ્યુબ પરથી પોર્ન વિડીયો ડાઉનલીડ કરીને મેમરી કાર્ડમાં કોપી કરીને તે કાર્ડ રૂ. 300 માં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

નોંધનીય છે કે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ એક એનજીઓ દ્વારા આ વિસ્તારમાં રેલી કાઢીને ઘટના માટે ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આરોપી નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આરોપી હાલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમ્યાન બીજી શું હકીકત બહાર આવે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ

આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ