Surat : ધનતેરસે મા લક્ષ્મીની કૃપા સુરતના જવેલર્સને ફળી, એક જ દિવસમાં અંદાજિત 125 કરોડનો વેપાર થયો

લોકોએ ધનતેરસનું શુભ મુહૂર્ત સાચવવા માટે અગાઉથી પણ બુકીંગ કરાવી દીધું હતું. તેમજ તે દિવસે જ ખરીદી કરવાનો આગ્રહ પણ રાખ્યો હતો. સુરત શહેરમાં સોનાના દાગીના ઉપરાંત નવા ટ્રેન્ડ પ્રમાણે ઓરીજીનલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડની જવેલરીની ડિમાન્ડ પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. અને તેની પણ લોકોએ ધૂમ ખરીદી કરી હતી. 

Surat : ધનતેરસે મા લક્ષ્મીની કૃપા સુરતના જવેલર્સને ફળી, એક જ દિવસમાં અંદાજિત 125 કરોડનો વેપાર થયો
Surat: Maa Lakshmi's grace on Dhanteras benefits Surat jewelers, estimated trade of Rs 125 crore in a single day
| Edited By: | Updated on: Nov 03, 2021 | 9:09 AM

ગયા વર્ષ કોરોનાના(Corona ) પ્રકોપને કારણે સમગ્ર દેશમાં દિવાળીની(Diwali 2021) ઉજવણી ફિક્કી પડી હતી. જોકે આ વર્ષે કોરોનાની બીજી લહેર સમાપ્ત થયા બાદ હવે તમામ વેપાર ઉધોગ રાબેતા મુજબ શરૂ થઇ ગયા છે. ધનતેરસના(Dhanteras ) દિવસે સુરતના સોના ચાંદીના વેપારીઓને પણ ખુબ ફાયદો કરાવ્યો છે. 

સોના ચાંદીની ખરીદી માટે શુભ મનાતા આ દિવસે સુરતના જવેલરી બજારમાં ભારે રોનક જોવા મળી હતી. ખાસ કરીને ધનતેરસની ખરીદી માટે વહેલી સ્વાર્થી જ સુરતીઓએ સોના ચાંદીના દાગીના ખરીદવા માટે રીતસરની લાઈન લગાવી દીધી હતી. ગયા વર્ષની સરખામણી સુરત શહેરમાં આ વર્ષે અંદાજે 25 થી 30 ટકા જેટલી સોનાચાંદીના દાગીનાની વધારે ખરીદી થઇ હોવાનું જવેલર્સનું કહેવું છે.

લોકોએ ધનતેરસનું શુભ મુહૂર્ત ચાવવા માટે અગાઉથી પણ બુકીંગ કરાવી દીધું હતું. તેમજ તે દિવસે જ ખરીદી કરવાનો આગ્રહ પણ રાખ્યો હતો. સુરત શહેરમાં સોનાના દાગીના ઉપરાંત નવા ટ્રેન્ડ પ્રમાણે ઓરીજીનલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડની જવેલરીની ડિમાન્ડ પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. અને તેની પણ લોકોએ ધૂમ ખરીદી કરી હતી.

આ ઉપરાંત લોકોએ ચાંદીના વાસણો ખરીદવામાં પણ અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. એક અંદાજ પ્રમાણે ધનતેરસના એક જ દિવસમાં સુરત શહેરમાં કુલ રૂપિયા 125 કરોડથી વધારે રકમના દાગીના વેચાય છે. સુરતના એક જવેલર્સનું કહેવું હતું કે અમને અપેક્ષા તો હતી કે આ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા પુષ્યનક્ષત્ર અને ધનતેરસે સારી ખરીદી નીકળશે. પણ આ જે ખરીદી થઇ છે એ અપેક્ષા કરતા વધારે થઇ છે.

અન્ય એક જવેલર્સનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે બજારોની રોનક છીનવાઈ ગઈ હતી. પણ બીજી લહેર પૂર્ણ થતા હવે જનજીવન થાળે પડ્યું છે. લોકોના નોકરી ધંધા પણ સ્ટેબલ થયા છે. ખરીદશકિત પણ વધી છે. અને દિવાળી માં લોકો રોકાણ માટે સોના ચાંદીની ખરીદી જરૂરથી કરે છે. જેથી આ ધનતેરસ પર જાણે લક્ષ્મી માતાની કૃપા વરસી હોય તેવું લાગી રહ્યું છે.  આમ, લોકોએ પણ રોકાણ માટે અને શુભ મુહૂર્ત જોઈને ધનતેરસ પર નાની મોટી વસ્તુઓ ખરીદી ધનતેરસનું મહુર્ત સાચવ્યું હતું.

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ