સુરતમાં દારૂ તો આવશે? ખેપિયાઓએ દરિયાઈ માર્ગે લાખોની કિંમતનો વિદેશી દારૂ મંગાવ્યો, પોલીસે દરિયામાંથી જ 5 શખ્શોને ઝડપ્યા

લ્યો કરો વાત સુરતમાં દારૂની ખેપ મારવાનું જૂની પદ્ધતિ શરૂ થઈ વર્ષો પહેલા લતીફ દ્વારા દરિયાઈ માર્ગે વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવતો હતો તેમ સુરતમાં પણ દમણથી દરિયાઈ માર્ગે 1-2 લાખ નહીં પણ 13 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. તેવામાં સુરત પોલીસના સઘન ચેકિંગ વચ્ચે દારૂ માફિયાઓ હેમખેમ રીતે શહેરમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે […]

સુરતમાં દારૂ તો આવશે? ખેપિયાઓએ દરિયાઈ માર્ગે લાખોની કિંમતનો વિદેશી દારૂ મંગાવ્યો, પોલીસે દરિયામાંથી જ 5 શખ્શોને ઝડપ્યા
| Edited By: | Updated on: Oct 15, 2020 | 9:56 PM

લ્યો કરો વાત સુરતમાં દારૂની ખેપ મારવાનું જૂની પદ્ધતિ શરૂ થઈ વર્ષો પહેલા લતીફ દ્વારા દરિયાઈ માર્ગે વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવતો હતો તેમ સુરતમાં પણ દમણથી દરિયાઈ માર્ગે 1-2 લાખ નહીં પણ 13 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. તેવામાં સુરત પોલીસના સઘન ચેકિંગ વચ્ચે દારૂ માફિયાઓ હેમખેમ રીતે શહેરમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. જ્યાં આ વચ્ચે મરીન પોલીસ દ્વારા લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દમણથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા લાવવામાં આવેલા રૂપિયા 13 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 5 શખ્સોને મરીન પોલીસે ઝડપી પાડયા હતા. આમ આ દારૂ બાબતે અંગેની જાણ બાદમાં હજીરા પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી હજીરા પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં પરંતુ ગામના બે શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુરતમાં અનેક વાર દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અનેક કિમીયા અજમાવ્યા પણ દરિયાઈ માર્ગે આજે પહેલી વાર દારૂનો જથ્થો ઝડપાયો અને તે પણ એટલી મોટી માત્રામાં તે મોટી વાત છે. આ દારૂ કોના દ્વારા મંગાવવામાં આવ્યો? કોને આટલી હિંમત કે દરિયાઈ માર્ગે દારૂ સુરત શહેરમાં ઘુસાડવા માટે પ્રયત્ન કર્યો? છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂને લઈ રાજકીય રાજકારણ આવી જતું હોય છે, તેવામાં સુરત પોલીસ જે રીતે મોટી માત્રા દરિયાઈ માર્ગે દારૂ પકડ્યો તે કહે છે કે બુટલેગરો કેટલી હિંમત કરી દારૂનો વેપાર કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો