Surat: ખાતરની સબસિડીમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે, ખેડૂતોમાં ખુશીની લહેર

|

Apr 30, 2022 | 3:47 PM

કેન્દ્ર સરકારે ખેડૂતોને (Farmers) રાહત આપતા ડીએપીની પ્રતિ બેગ 850 રૂપિયાની સબસીડી (Subsidy) વધારાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આવકાર્યો છે.

Surat: ખાતરની સબસિડીમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે, ખેડૂતોમાં ખુશીની લહેર
PM Kisan Khad Yojana
Image Credit source: File Photo

Follow us on

દેશમાં  મોંઘવારી (Inflation) દિવસે દિવસે વધતી જઇ રહી છે. પેટ્રોલ ડિઝલનાં વધતા ભાવ વચ્ચે ખાતરનાં ભાવ (Fertilizer prices) પણ આસમાને પહોંચતા હવે ખેડૂતોની (Farmers) હાલત કફોડી બની રહી છે. જો કે કેન્દ્ર સરકારે ડી.એ.પી ખાતરની સબસીડીમાં વધારો કરતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોને 200 કરોડનો ફાયદો થયો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારે ડી.એ.પી ખાતરની સબસીડીમાં વધારો કરતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઘણો ફાયદો થઇ રહ્યો છે. ત્યારે આ અંગેની માહિતી આપતા ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતુ કે દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઇઝર સબસીડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ પાકની સીઝન આવી રહી છે ત્યારે ડીએપી ખાતર માટેનો કાચો માલ વિદેશથી આયાત થાય છે તે ખૂબ જ મોંઘો થયો છે. યુરિયા અને અન્ય ખાતરની કિંમતમાં પણ વધારો થવાનું સંપૂર્ણ અનુમાન છે. ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપીની પ્રતિ બેગ 850 રૂપિયાની સબસીડી વધારાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આવકાર્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સરકાર દ્વારા યુરિયા ખાતરના ભાવમાં આઠ વર્ષ સુધી કોઇ વધારો કરવામાં આવ્યો નહતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડીએપી અને યુરિયા ખાતરન તેમજ કાચા માલમાં ઘણો વધારો થયો છે આ ભાવ વધારાનો બોજ સીધો ખેડૂત ઉપર ન આવે તે માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ડીએપી ખાતરમાં હાલ મળતી સબસીડી રૂપિયા 1650 પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી 2500 પ્રતિ બેગ કરવામાં આવ્યો છે. એટલે કે સબસીડીની રકમમાં સરેરાશ રૂપિયા 850નો વધારો થયો છે.

જોવા જઇએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વાર્ષિક ડીએપી ખાતરનો વપરાશ 120000 ટન છે. દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે. જેના માટે ડીએપી ખાતરની વિશેષ જરૂર હોય છે. ત્યારે સરકારના આ નિર્ણયના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે.

સુરત એપીએમસીના વાઇસ ચેરમેન સંદીપ દેસાઈએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાતર અને રો મટિરિયલના ભાવ વધવા છતાં વડાપ્રધાન, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાને કરાયેલી રજુઆત ફળી છે.

આ પણ વાંચો- Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે

આ પણ વાંચો-Vadodara: હરિધામ સોખડા વિવાદમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, કલેક્ટર અને ડીએસપી સાથે બંધ બારણે બેઠક કરી

 

Next Article