Surat : સુરત જિલ્લા આવેલા ઔધોગિક એકમોમાં ફાયર સેફટી અને મજુર કાયદાનું પાલન ઝીરો, કલેક્ટરને રજુઆત

|

Oct 19, 2021 | 2:51 PM

વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ઔધોગિક એકમોં તથા મિલોના માલિકો દ્વારા સુડાના એફ.એસ.આઈ ના તથા કલેકટર અને જિલ્લા પંચાયતના એન.એ. વિભાગના નિયમોની ઉપરવટ જઈને બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

Surat : સુરત જિલ્લા આવેલા ઔધોગિક એકમોમાં ફાયર સેફટી અને મજુર કાયદાનું પાલન ઝીરો, કલેક્ટરને રજુઆત

Follow us on

સુરત શહેર (City )તથા સુરત જિલ્લાના વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમો તથા મિલોમાં બાંધકામ ફાયરસેફટી(Fire Safety ) તથા મજુર કાયદાના પાલનનું તપાસ કરાવવા જિલ્લાના સ્થાનિક સહકારી આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે. આવેદન પત્રમાં તેમણે જણાવ્યું છે કે સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાં અનેક ઔધોગિક એકમો તથા મિલોમાં વિવા પેકેજીંગ મિલ જેવી દુર્ઘટના ફરી બને નહીં તે માટે પગલાં ભરી સાવચેતી રાખવી જરૂરી છે.

કારણ કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ઔધોગિક એકમોં તથા મિલોના માલિકો દ્વારા સુડાના એફ.એસ.આઈ ના તથા કલેકટર અને જિલ્લા પંચાયતના એન.એ. વિભાગના નિયમોની ઉપરવટ જઈને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બાંધકામ પણ એવી રીતે કરવામાં આવે છે કે ઈમરજન્સીના સમયે ફાયર ફાઇટરને પણ દુર્ઘટનાનો ભોગ બનવું પડી શકે છે. અને તે જગ્યાએ જવામાં અગવડ પડી શકે છે.

અનેક ઔધોગિક એકમો તથા મિલોમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ફાયર સેફટીના નિયમો માત્ર કાગળ પર જ ચલાવવામાં આવી રહ્યા છે. અનેક ઔધોગિક એકમો અને મિલો તો એવી પણ છે જેમાં મજુર કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તથા બાળ મજૂરોને પણ મજૂરીએ રાખીને કામ કરાવવામાં આવી રહ્યું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ઔધોગિક એકમો તથા મિલો દ્વારા નીતિનિયમોનું ઉલ્લંઘન કરતા જણાય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેમજ સુરત જીલલ્સમાં વરેલી ગામ ખાતે આવેલ વિવા પેકેજીંગ મિલમાં આગ લાગવાની ઘટનામાં જે પણ કો કામદારોના મૃત્યુ થયા છે તેમના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવી જોઈએ તેમજ વિવા મિલના સંચાલકો દ્વારા જો નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહિ હોય તો તેઓ સરકારી રિપોર્ટ સ્થળ તપાસમાં જો આ વાતની સાબિતી થાય તો તેમની સામે ફોજદારી રાહે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે સુરતના વરેલી વિસ્તારમાં વિવા પેકેજીંગ મિલમાં ગઇકાલે લાગેલી આગની દુર્ઘટનાએ ફાયર વિભાગને દોડતી કરી દીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ ન હતી. પરંતુ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખવાની પણ તાતી જરૂર છે.

આ પણ વાંચો : Surat : ખેડૂતો માટે પડ્યા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા હાલત કફોડી

આ પણ વાંચો : Surat: કડોદરા GIDCની મિલમાં લાગી ભીષણ આગ, એક કામદારનું મોત, જીવ બચાવવા ઉપરથી કુદી પડ્યા મજૂરો

Next Article