Surat : કોરોનાની સારવાર કરાવનારાઓને મેયર ફંડમાંથી રૂપિયા 1.83 કરોડની આર્થિક સહાય

|

Dec 03, 2021 | 8:34 AM

મહામારીના સમયમાં જરૂરિયાતોનો અરજીઓ ધ્યાને રાખીને તાત્કાલિક સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજી પણ ઘણી અરજીઓ આવી રહી છે. દર્દીઓની સ્થિતિ ધ્યાનમાં રાખીને તેમના દુઃખમાં સહભાગી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Surat : કોરોનાની સારવાર કરાવનારાઓને મેયર ફંડમાંથી રૂપિયા 1.83 કરોડની આર્થિક સહાય
SMC

Follow us on

સુરત મહાનગર પાલિકામાં બે દિવસ પહેલા મેયર ફંડની બેઠક મળી હતી. બેઠકમાં કુલ 252 લાભાર્થીઓને રૂ.96.34 લાખની આર્થિક સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. ઘણા લાભાર્થીઓએ કોરોનાની(Corona) સારવાર માટે આર્થિક મદદ માટે અરજી કરી હતી. મેયર હેમાલી બોઘાવાલાએ(Mayor) જણાવ્યું હતું કે છેલ્લી બેઠકમાં મંજૂર કરાયેલ કુલ 252માંથી 119 કોવિડ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આવા અરજદારોને 55.15 લાખની આર્થિક સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો.

આ ઉપરાંત મ્યુકોર માયકોસિસ રોગની સારવાર લઈ રહેલા લોકોએ પણ સહાય માટે અરજી કરી હતી. બેઠક દરમિયાન આવી છ અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. તેમને કુલ રૂ. 7.82 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. નવેમ્બરની બેઠક અંતર્ગત કુલ 96.34 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.

લોકડાઉનના દિવસો પછી, એપ્રિલ 2021 થી નવેમ્બર સુધી, મેયર ફંડ સહાય માટે કુલ પાંચ બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં અરજદારો અથવા તેમના પરિવારો તરફથી કોરોનાની સારવાર માટે આર્થિક સહાય માટે કરાયેલી અરજીઓમાંથી કુલ 428 અરજીઓને મંજૂર કરવામાં આવી હતી. પાંચ બેઠકોમાં કુલ 1.73 કરોડ કોવિડ દર્દીઓને નાણાકીય સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાળી ફૂગના 10 દર્દીઓને 10.33 લાખ સહિત કુલ 1.83 કરોડની આર્થિક સહાય આપવામાં આવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

1964 થી બનેલા મેયર ફંડથી 1998 સુધી ગંભીર બિમારીઓમાં પૂરો અથવા તો બિલનો અડધો ખર્ચ ચુકવવામાં આવતો હતો. તે પછી ખર્ચના ફક્ત 10 ટકા સહાય જ મેયર ફંડમાંથી આપવામાં આવતી હતી. મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે મેયર ફંડ કોરોનાના દર્દીઓ માટે પણ લાભકારી સાબિત થયું છે. આવી મહામારીના સમયમાં જરૂરિયાતોનો અરજીઓ ધ્યાને રાખીને તાત્કાલિક સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજી પણ ઘણી અરજીઓ આવી રહી છે. દર્દીઓની સ્થિતિ ધ્યાનમાં રાખીને તેમના દુઃખમાં સહભાગી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

કોરોના સમયમાં મોંઘાદાટ ઈલાજના કારણે ઘણાં પરિવારોને આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. હોસ્પિટલમાં લાંબા બીલના પરિણામે લોકોને સારવાર માટે પણ ભટકવું પડતું હતું. એવામાં સરકારની યોજનાઓ માટે લોકો રાહત શોધતા હતા. આ સમયે મા અમૃતમ અને આયુષ્માન યોજના પણ ગરીબો માટે સહાયરૂપ સાબિત નથી થઈ. તેવામાં ગુજરાતમાં એકમાત્ર સુરતમાં ચાલતી મેયર ફંડ (Surat Mayor Fund)ની યોજના ગરીબ અને લાચાર પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આખા ગુજરાતમાં ફક્ત સુરતમાં મેયર ફંડ સેવા ઉપલબ્ધ છે.

 

આ પણ વાંચો : SURAT : કમોસમી વરસાદે પોંકની લિજ્જત બગાડી, પોંકની ભઠ્ઠીઓ હાલ પુરતી બંધ કરી દેવાઇ

આ પણ વાંચો : SURAT : ડિંડોલીમાં કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા કારચાલકનું મોત, બે મહિના બાદ સીસીટીવી ફુટેજ સામે આવ્યા

Published On - 7:46 pm, Thu, 2 December 21

Next Article