Surat : ઓમિક્રોનનો ડર અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતા ટુર્સ ટ્રાવેલ્સ કંપનીઓને નુકશાન

શહેરમાં યુરોપ કે પછી સાઉથ આફ્રિકા ગયેલા સુરતીઓ હવે વાયા દુબઇ કે શારજાહ થઈને સુરત આવી રહ્યા છે. જો કે, એમને સુરત લાવવા માટે ફ્લાઇટનો ખર્ચ વધી જતા ટુર્સ એંડ ટ્રાવેલ્સ કંપની રૂ. 30થી 50 હજાર વધારે ખર્ચ લઇ રહી છે. આમ, ફસાયેલા સુરતીઓને જે તે ટુર્સ પેકેજ પર ખર્ચ વધી ગયો છે.

Surat : ઓમિક્રોનનો ડર અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતા ટુર્સ ટ્રાવેલ્સ કંપનીઓને નુકશાન
international tours
| Edited By: | Updated on: Dec 01, 2021 | 5:45 PM

દક્ષિણ આફ્રિકામાં (South Africa )કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન મળતા જ ભારત(India ) સહિતના દેશો ચિંતામાં મૂકાયા છે. એટલું જ નહીં, ઓમિક્રોનનો ફેલાવો નહીં થાય તે માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટો સસ્પેન્ડ કરી દેવાઈ છે. જો કે, ઓમિક્રોનનો ડર અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો કેન્સલ થતા જ શહેરની ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓને મોટું નુકશાન થયું છે. છેલ્લા પાંચ દિવસમાં જ શહેરમાંથી રૂ. 35 કરોડના 1250 ઇન્ટરનેશલ ટુર્સ પેકેજ કેન્સલ થયા છે. તે સાથે શહેરની 250 ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓને રૂ. 35.50 લાખની ખોટ પડી છે. આ વાત સાટા એટલે કે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ પાસેથી જાણવા મળી છે.

 

તેમણે એમ પણ કહ્યું હતું કે, શહેરના નાની મોટી હીરા કંપનીના વેપારીઓ વેપાર અર્થે યુરોપ સહિતના જુદા જુદા દેશોમાં જતા હોય છે. તે સાથે હાલમાં લગ્ન સિઝન પણ ચાલી રહી હોય અને ઇન્ટરનેશનલ હનીમૂન પેકેજની પણ ડિમાન્ડ રહેતી હોય છે. પરંતુ કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનને પગલે ઇન્કવાયરી ઓછી થઈ છે અને જે ઇન્ટરનેશનલ પેકેજ બુક થયા હતા, તે પણ હવે કેન્સલ થઇ રહ્યા છે.

ફસાયેલ સુરતીનો રૂ. 50 હજાર સુધીનો ખર્ચ વધ્યો, દુબઇ થઈ આવવું પડે છે
શહેરમાં યુરોપ કે પછી સાઉથ આફ્રિકા ગયેલા સુરતીઓ હવે વાયા દુબઇ કે શારજાહ થઈને સુરત આવી રહ્યા છે. જો કે, એમને સુરત લાવવા માટે ફ્લાઇટનો ખર્ચ વધી જતા ટુર્સ એંડ ટ્રાવેલ્સ કંપની રૂ. 30થી 50 હજાર વધારે ખર્ચ લઇ રહી છે. આમ, ફસાયેલા સુરતીઓને જે તે ટુર્સ પેકેજ પર ખર્ચ વધી ગયો છે.

યુરોપના રૂ. 2.5 લાખ સુધીના તો સાઉથ આફ્રિકાના રૂ.1.5 લાખના ટુર્સ પેકેજ
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓના સીઇઓથી જણાયું હતું કે યુરોપમાં સ્વિઝરલેન્ડ, નેધરલેન્ડ, ઝર્મની, સ્પેન, ઓસ્ટ્રીયા, પોલેન્ડ જેવા ઇન્ટરનેશનલ ટુર્સ પેકેજ હોય છે અને તે રૂ. 2.5 લાખથી શરૂ થતા હોય છે. આ જ રીતે સાઉથ આફ્રિકામાં ઘાના, ઝીમ્બાવે, તાનઝાનીયા જેવા ટુર્સ પેકેજ રૂ. 1 લાખથી શરૂ થતા હોય છે.

કોરોના હળવો થતા માંડ માંડ ટુરિઝમ બિઝનેસને અપ થયો છે, હાલના નિયમ યથાવત રાખજો
થોડા મહિના પહેલા જ કોરોના વાયરસ હળવો થતા ટુરિઝમ બિઝનેસ માંડ માંડ અપ થઇ રહ્યું છે. તેમાં પણ કોરોનાના નવા એમિક્રોન વાયરસની અસર ટુરિઝમ બિઝનેસ પર પડી છે. જેથી હાલના જે નિયમો છે તે જ યથાવત રહે અને 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશન ફ્લાઇટ શરૂ થાય એવી અમારી કેન્દ્ર અને રાજ્ય સરકારને માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat: ઓમિક્રોનનું ટેન્શન, સરકાર શું લેશે એક્શન? 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ હટશે કે મુદત વધશે?

આ પણ વાંચો : Surat: 5 દિવસમાં આટલા કોરોનાના મૃતકોના પરિવારને આપવામાં આવી સહાય, કામગીરીમાં સુરત મોખરે