સુરતમાં કોંગ્રેસના પૂર્વ મહિલા નેતા મેઘના પટેલની મુસીબતમાં વધારો થયો છે. ગત બે માર્ચના રોજ દારૂના કેસમાં પકડાયા બાદ સુરત પોલીસ દ્વારા મેઘના પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મેઘના પટેલને પાસા કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Surat : સામાન્ય બોલાચાલીમાં યુવક પર 4 લોકો લાકડી લઇ તૂટી પડ્યા, સારવાર દરમિયાન યુવકનું મોત થયું
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ મેઘના પટેલની મુસીબતમાં વધારો થયો છે. મેઘના પટેલ સામે સુરત પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગત બે માર્ચના રોજ મેઘના પટેલ પીપલોદ વિસ્તારમાં સાત લાખથી વધુ દારૂની હેરાફેરી કરવામાં પોલીસે ધરપકડ કરી હતી.
ઉમરા પોલીસે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ સહિત બે જણાની પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ધરપકડ કરી હતી. ત્યારે આજે સુરત પોલીસ દ્વારા મેઘના પટેલ સામે પ્રોહીબીશનના કેસને લઈ પાસા હેઠળની કાર્યવાહી કરી છે. જેમાં સુરત પોલીસ દ્વારા મેઘના પટેલને પાસા હેઠળ અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવી છે.
મેઘના પટેલ કોંગ્રેસમાં પ્રદેશ લેવલના ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે. અનેક પ્રદેશના અને રાષ્ટ્રીય કક્ષાના કોંગ્રેસના નેતાઓ સાથે તેના ખૂબ જ સારા સંબંધો પણ જોવા મળ્યા છે. જોકે છેલ્લા થોડા વર્ષોમાં અવારનવાર મેઘના પટેલ કોઈને કોઈ કેસમાં વિવાદમાં સપડાતા રહ્યા છે. મેઘના પટેલ પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા હતા. પરંતુ જ્યારે મેધના પટેલની ગોરખધંધા સામે આવતા કોંગ્રેસ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
પૂર્વ પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા મેઘના પટેલ હાલમાં સુરતમાં 7,65,000 ના દારૂના કેસમાં પકડાયા છે. તે પહેલા થોડા મહિનાઓ અગાઉ નવસારી ખાતે પણ દારૂની હેરાફેરીમાં પકડાઈ હતી. તે ઉપરાંત મેઘના પટેલે એક યુવકને અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં પણ તેની સામે ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ થઈ હતી.
આ સિવાય પણ અગાઉ ભૂતકાળમાં મેઘના પટેલ સામે ધાક ધમકીના અનેક કેસો સુરતમાં થયા છે. જેને લઇ આ વખતે દારૂની હેરાફેરીમાં મેઘના પટેલ પકડાતા સુરત પોલીસે તેને પાસા હેઠળ કાર્યવાહી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:47 am, Fri, 31 March 23