Surat : ડાયમંડ ઉધોગમાં તેજીની ચમક, જેમ એન્ડ જવેલરી સેકટરની નિકાસમાં 26 ટકાનો ઉછાળો

|

Aug 17, 2021 | 5:06 PM

સુરતમાં ડાયમંડ ઉધોગની ચમક વધી છે. કોરોના સમય બાદ હવે જેમ એન્ડ જેવલરી ક્ષેત્રમાં પણ સુરત અગ્રેસર બની રહ્યું છે.

Surat : ડાયમંડ ઉધોગમાં તેજીની ચમક, જેમ એન્ડ જવેલરી સેકટરની નિકાસમાં 26 ટકાનો ઉછાળો
Surat Diamond Industry

Follow us on

હીરા ઉધોગમાંથી સુરત શહેર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી વચ્ચે હીરા ઉધોગમાં તેજીની ચમક પાછી ફરી છે. જે જુલાઈ 2021માં પણ યથાવત રહેવા પામી છે. જુલાઈ મહિનામાં આ ક્ષેત્રની નિકાસમાં 26 ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સિન્થેટિક ડાયમંડની નિકાસમાં 204 ટકા જયારે કટ એન્ડ પોલીશડ ડાયમંડ તથા ડાયમંડ જવેલરીની નિકાસમાં સરેરાશ 60 ટકાનો વધારો જોવા મળ્યો છે.

જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જુલાઈ 2021ના જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર આ મહિનામાં કટ એન્ડ પોલીશડ  ડાયમંડની નિકાસ 60.98 ટકા વધીને 16,648,71 કરોડ નોંધાઈ છે. જે આ સરખા સમયગાળામાં જુલાઈ 2019માં 10,342,25 કરોડ રહી હતી.

આ જ પ્રમાણે સિન્થેટિક લેબગ્રોન ડાયમંડના જુલાઈ 2019ના 889.91 કરોડની નિકાસની સરખામણીએ જુલાઈ 2021માં 2728.73 કરોડની નિકાસ નોંધાઈ છે. જે 204 કરોડનો વધારો દર્શાવે છે. ડાયમંડ ગોલ્ડ જવેલરીની નિકાસ 2019 જુલાઇ મહિનામાં 7193,84 કરોડ રહી હતી. તેની સામે 2021 જુલાઈ મહિનામાં 60 ટકા વધી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

હીરા ઝવેરાત ઉધોગના જાણકારોના જણાવ્યા અનુસાર કોરોના મહામારી વચ્ચે પણ પશ્ચિમી દેશોમાં હીરા ઝવેરાતની માગ વધુ રહી છે. તેના પગેલ પોલીશડ ડાયમંડ અને ડાયમંડ જવેલરીની નિકાસ વધી છે. વળી સુરત હવે ધીમે ધીમે સિન્થેટિક લેબગ્રોન ડાયમંડ અને ડાયમંડ જવેલરીના ઉત્પાદનમાં કાઠું કાઢી રહ્યું છે. વીતેલા કેટલાક વર્ષોમાં સુરતમાં 300 કારખાનેદારો સિન્થેટિક ડાયમંડનું જોબવર્ક કરતા થયા છે.

સુરતમાં તૈયાર થતી જવેલરીમાંથી 50 ટકા જવેલરી પશ્ચિમી બજારમાં નિકાસ થાય છે એટલે હવે જવેલરી ક્ષેત્રમાં પણ સુરત અગ્રેસર બની રહ્યું છે. હવે ખરા અર્થમાં સુરત જેમ એન્ડ જવેલરી સેક્ટરનું વેશ્વિક હબ બનવાની દિશામાં મક્કમપણે આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં સુરતમાં ડાયમંડ બુર્સ પણ ખુલ્લું મુકાવા જઈ રહ્યું છે.

ડાયમંડ ઉધોગકારોના માનવા પ્રમાણે સુરતમાં બનનારા ડાયમંડ બુર્સથી સુરતના હીરા ઉદ્યોગની દિશા અને દશા બંને બદલાઈ જશે. કોરોના સમય પછી ડાયમંડ ઉદ્યોગમાં આવેલી તેજી અને તે પછી ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ સુરતના હીરા ઉધોગની ચમક વેશ્વિક સ્તર પર ઓર વધશે તે નક્કી છે.

આ પણ વાંચો : Surat : શ્રાવણ મહિનો સુરત જિલ્લાના આદિવાસી લોકો માટે આશીર્વાદ સમાન, બીલીપત્રોના વેચાણ થકી કરે છે કમાણી

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે FM રેડિયો સ્ટેશન શરૂ, લોકોને માહિતી અને મનોરંજન પૂરું પડાશે

Next Article