Surat: વરસાદને કારણે પાવર કટની સમસ્યા દૂર કરવા ડીજીવીસીએલનો કર્મચારી જીવના જોખમે ઉતર્યો 5 ફૂટ ઊંડા પાણીમાં

|

Sep 28, 2021 | 7:25 PM

ભારે વરસાદને કારણે સચિન અને ખરવાસા વિસ્તારમાં છવાયેલા અંધકારને દૂર કરવા માટે ડીજીવીસીએલના ઈજનેરે છાતી સુધીના પાણીમાં ઉતરીને જીવના જોખમે લાઈનનું સમારકામ કરીને વીજ પુરવઠાને ફરી એકવાર કાર્યરત કર્યો છે.

Surat: વરસાદને કારણે પાવર કટની સમસ્યા દૂર કરવા ડીજીવીસીએલનો કર્મચારી જીવના જોખમે ઉતર્યો 5 ફૂટ ઊંડા પાણીમાં

Follow us on

છાતીસમા પાણીમાં ઉતરીને વીજ પ્રવાહ(Electricity) કાર્યરત કરનાર વીજકંપનીના (DGVCL) કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે સચિન અને ખરવાસા વિસ્તારમાં છવાયેલા અંધકારને દૂર કરવા માટે ડીજીવીસીએલના ઈજનેરે છાતી સુધીના પાણીમાં ઉતરીને જીવના જોખમે લાઈનનું સમારકામ કરીને વીજ પુરવઠાને ફરી એકવાર કાર્યરત કર્યો છે.

 

બનાવની વિગત એવી છે કે ભારે વરસાદને પગલે 11 કે.વી.પારડી અર્બન ફીડર જે સુરતના સચીન રૂરલ અને ખરવાસા એમ બંને સબ ડિવિઝનોનું સંયુક્ત ફીડર છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે આ ફીડર ખોટકાઈ ગયું હતું.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

 

સચિન રૂરલ સબ ડિવિઝનના લાઈન સ્ટાફે પેટ્રોલિંગ કરીને ખરવાસા સબ ડિવિઝન સેક્સનનો ડી.ઓ. ટેપિંગ જે પારડી હાઈસ્કૂલ નજીક ખાડી પાસે આવેલું છે. તેને ઉતારીને 11 કે.વી.પારડી અર્બન ફીડર થકી વીજ પુરવઠો પાછો શરૂ કર્યો હતો અને ખરવાસા સબ ડિવિઝનના લાઈનસ્ટાફને પણ જાણ કરી હતી.

 

જેથી ખરવાસા સબ ડિવિઝનની ટીમ પારડી હાઈસ્કૂલ નજીક જઈને ખરવાસાના સેક્સનની આખી વીજલાઈનનું પેટ્રોલિંગ કર્યું હતું. જે દરમ્યાન તેમને અંબિકાનગર નજીક એક તૂટી ગયેલા જંપરને પણ રીપેર કર્યું હતું અને ખાડી પાસે આવેલા ડી.ઓ. ટેપીંગના સ્થળ સુધી તેઓ પહોંચ્યા હતા. જોકે આ સ્થળ પર છાતી સુધી પાંચ ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું.

 

જેથી સલામતી માટે પહેલા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિક્રમ પટેલે ઊંડા પાણીમાં ઉતરીને આ જંપર રીપેર કરવાની કામગીરી કરી હતી. જીવના જોખમે ડીજીવીસીએલના કર્મચારીએ કરેલી આ કામગીરીથી ખરવાસા સેકશનમાં વીજ પુરવઠો ફરી એકવાર કાર્યરત થયો હતો.

 

આમ, ભારે વરસાદમાં ડીજીવીસીએલના કર્મચારીએ કરેલી આ કામગીરીની સરાહના કરવા માટે તેમનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું. લોકો જ્યાં વરસાદમાં વીજ પુરવઠો ખોરવાયાની ફરિયાદ કરે છે. ત્યાં વીજ કંપનીના કર્મચારીઓ કેટલી નિષ્ઠાથી કામગીરી કરે છે અને પોતાની ફરજ નિભાવે છે તેનું પણ આ ઉત્તમ ઉદાહરણ છે.

 

આ પણ વાંચો: Surat : મહાનગરપાલિકાને હવે એસઆરપીની ટુકડી ફાળવાતા ડિમોલિશન માટે રાહત

 

આ પણ વાંચો: Surat : હવે કાપડના વેપારીઓ સોલાર ઉર્જા તરફ વળ્યાં, વધુ એક માર્કેટમાં લાગ્યો સોલાર પ્લાન્ટ

Published On - 6:34 pm, Tue, 28 September 21

Next Article