પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના ભાવ પણ આસમાને ચડી રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રિક વાહનો માટેની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. એવા સમયે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આગામી દિવસોમાં અનેક આયોજન હજી પાઇપલાઇનમાં છે. જેમાં વિશેષ કરીને ઇલેક્ટ્રિક વાહનો અને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મંત્રીઓને ઇલેક્ટ્રિક વાહનો આપવાનો પણ અમે નિર્ણય લઇ શકીએ છીએ. અમે આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાનો વિચાર કરી રહ્યા છે કે મંત્રીઓને પણ ઇલેક્ટ્રિક વાહનો આપવામાં આવે. પેટ્રોલ – ડિઝલના ભાવ ભડકે બાળી રહયો છે.
મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે કેન્દ્ર સરકારની પેટ્રોલના ભાવને નિયંત્રણમાં લેવા માટેની કોઈ નકર નીતિ ન હોવાને કારણે આજે ગરીબ અને મધ્યમ વર્ગનો વાહનચાલક પીસાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો અન્ય વિકલ્પ તરફ વિચારવાનું શરુ કર્યું છે. ઇલેક્ટ્રિક વાહનો અને પ્રોત્સાહન આપવાનો નવો વિકલ્પ આપણી સામે આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો અને વધુમાં વધુ લોકો ઉપયોગમાં લે તે પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ રહી છે.
ઇલેક્ટ્રિક કાર બાબતે નિવેદન
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આજે નહીં તો કાલે ઇલેક્ટ્રિક વાહનો તરફ આપણે આગળ વધવું જ પડશે. અને એના માટે અનેક એવા આયોજનો મારા હાલ પાઇપલાઇનમાં છે. જેના આવનાર દિવસોમાં અમે અમલમાં પણ લાવી શકીશું. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મંત્રીઓને પણ ઇલેક્ટ્રિક વાહનો આપવામાં આવે એ પ્રકારનો અમે વિચારી રહ્યા છે પરંતુ હજુ તે પાઇપલાઇનમાં છે આવનાર દિવસોમાં આ દિશામાં કોઈ ચોક્કસ આયોજન અમે કરીશું.
નોંધનીય છેકે પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાને લઇને દેશભરમાં લોકોમાં નારાજગી છે. ત્યારે આંતરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને લઇને ઇલેક્ટ્રીક વાહનોની તાતી જરૂરિયાત ઉભી થઇ રહી છે. આ મામલે હવે સરકાર પણ ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરવા પગલા ભરી રહી છે. અને આગામી સમય હવે ઇલેક્ટ્રિક વાહનોનો છે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો : સુરત : એકતા દિવસની ઉજવણી અંતગર્ત બાઈક રેલી યોજાઇ, પોલીસ કર્મચારીઓ ગરબે ઘૂમ્યા
આ પણ વાંચો : IPL: નવી ટીમોના આગમનથી બદલાશે IPL 2022નો રંગ, 74 મેચમાં થશે સ્પર્ધા, વધુ ખેલાડીઓ બનશે કરોડપતિ