દિવાળીના સમય અને છઠ પૂજાના કારણે સુરત, ઉધના રેલવે સ્ટેશન પર ગામ અને પોતાના વતન જનારા મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. રેલવે સુરક્ષા અને ભાગદોડ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેશન પર પોલીસ જવાનોની ટીમને તૈનાત કરી છે. ત્રણ દિવસ પહેલા વિરાર અને વેંતરણા સ્ટેશન વચ્ચે માલગાડીના એન્જીનમાં ટેક્નિકલ ફોલ્ટ આવવાના કારણે રેલવે વ્યવહાર બંધ રહ્યો હતો. અને ભીડના કારણે સ્ટેશન પર ભારે અવ્યવસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.
ભારતીય રેલવેની નિયમિત દ્રેનો હજી સુધી પૂર્ણ રીતે શરૂ થઇ શકી નથી. તો બીજી તરફ દિવાળીના સમય અને છઠ પૂજાને કારણે પોતાના વતન જનારા લોકો મોટી સંખ્યામાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી રહ્યા છે. જોકે આ ટ્રેનોમાં કન્ફ્રર્મ ટિકિટ લેનારા મુસાફરો જ મુસાફરી કરી શકે છે. તેમ છતાં મુસાફરોની સંખ્યા એટલી છે કે વગર ટિકિટે પણ લોકો દંડ ભરીને રસીદ સાથે પણ સ્લીપર અને અન્ય કોચ માં મુસાફરી કરી રહ્યા છે.
સ્થાનિક રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક થી ત્રણ નંબરના પ્લેટફોર્મ પર સૌથી વધારે મુસાફરો પોતાના વતન અને શહેરો તરફ રવાના થયા છે. જોકે કરંટ ટિકિટ બુકીંગ કાર્યાલયથી લાંબા અંતરના સ્ટેશનોની ટિકિટનું વેચાણ સંપૂર્ણ રીતે બંધ છે. જેના કારણે મુસાફરોની ભીડ કરંટ ટિકિટ બુકિંગની આવક પર વધારે અસર જોવા મળી નથી. ત્યાંજ પ્લેટફોર્મ પર ટિકિટ ચેકીંગ સ્ટાફ વગર કન્ફ્રર્મ ટિકિટ સાથે પહોંચેલા મુસાફરોને દંડ લઈને ટ્રેનમાં મુસાફરી કરવા દઈ રહ્યા છે.
વેઇટિંગ હોલમાં ગણતરીના મુસાફરોને જ લાભ
રેલવે સ્ટેશન પર મુસાફરો માટે વેઇટિંગ રૂમની વ્યવસ્થા હોય છે. પરંતુ આ બધા વેઇટિંગ હોલ વર્ષો પહેલાના મુસાફરોની સંખ્યાના આધારે બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સુરત રેલવે સ્ટેશન પર તેમાં બેઠક ક્ષમતા વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું નથી. દિવાળીના સમયની ભીડ પછી સ્ટેશનના અધિકારીઓએ મુંબઈ મંડળના મુસાફરો માટે વેઇટિંગ હોલની ક્ષમતા વધારવા માટે માંગણી કરી છે. જૂનું પાર્સલ કાર્યાલય લાંબા સમયથી બંધ છે. તો આ જગ્યાને પણ મોટા વેઇટિંગ હોલમાં ફેરવીને મુસાફરોને તેનો લાભ આપી શકાય છે.
આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ
આ પણ વાંચો : સુરતમાં એક NGOએ શહેરના 4 હજાર પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી