ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઈમ બ્રાંચે UGVCL ની કચેરીઓમાંથી 9 ક્લાર્કની અટકાયત કરી

|

Jul 25, 2023 | 3:19 PM

Surat Crime Branch: સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉર્જા વિભાગ ભરતી કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતથી અલગ અલગ ટીમો રચીને આવી યુજીવીસીએલ ની કચેરીઓમાં પહોંચીને ચાલુ ફરજ પરથી કર્મચારીઓની અટકાયત કરીને લઈ જવાયા હતા.

ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઈમ બ્રાંચે UGVCL ની કચેરીઓમાંથી 9 ક્લાર્કની અટકાયત કરી
9 ક્લાર્કની અટકાયત

Follow us on

રાજ્યમાં ઉર્જા વિભાગના વિદ્યુત કોર્પોરેશનમાં જુનિયર આસીટન્ટ ક્લાર્કની ભરતી વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન પરીક્ષામાં ગોટાળા આચરીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા. ભરતીને લઈ એજન્ટોએ ટેકનોલોજીના ઉપયોગથી કૌભાંડ આચરી કેટલાક ઉમેદવારોને ભરતીમાં પાસ કરાવી દઈ નોકરી અપાવી હતી. આ મામલાની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાંથી 9 જેટલા વિજ કંપનીના કર્મચારીઓને અટકાયત સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો સાબરકાંઠામાં આવીને કર્મચારીઓને તેમને અલગ અલગ સ્થળો પરથી ઉઠાવ્યા હતા. 4 મહિલાઓ સહિતનના વીજ કર્મચારીઓને સુરત પોલીસની ટીમો તેમને સુરત લઈ જવા રવાના થઈ હતી. સુરત પોલીસની કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે હલચલ મચી ગઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ભરતી કૌભાંડને લઈ ફરી એકવાર હલચલ મચવા પામી છે. અગાઉ પણ અડધો ડઝન જેટલા લોકોને સુરત પોલીસે ઉઠાવ્યા હતા અને હવે ફરી એકવાર 9 લોકોની અટકાયત કરાઈ છે.

UGVCL ની કચેરીઓમાં પહોંચી કરી અટકાયત

ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો રચી હતી. જે એક સાગમટે જ UGVCLની જુદી જુદી કચેરીઓ પર પહોંચી હતી. જ્યાં પહોંચીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમો દ્વારા કર્મચારીઓની વિગતો ઓફીસના અધિકારીઓ પાસેથી મેળવીને કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછ અને ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી. જિલ્લામાંથી વીજ કર્મચારીઓ ક્લાર્કની અટકાયત કરીને તેમને સુરત લઈ જવા માટે ટીમો રવાના થઈ હતી. આ જુનિયર આસીસ્ટન્ટ ક્લાર્કોમાં 4 મહિલા હોવાનુ સામે આવ્યુ છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિસ્તારમાંથી ટીમો દ્વારા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. સુરત પોલીસની અચાનક જ UGVCL ની અટકાયતની કાર્યવાહીને લઈ હલચલ મચી જવા પામી છે. હિંમતનગર શહેરમાં આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડની કંપનીની કચેરીમાંથી પણ પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પણ પોલીસ દ્વારા આવી જ રીતે કેટલાક લોકોને સાબરકાંઠા જિલ્લામાંથી અટકાયત કરવામાં આવી હતી. ફરી એકવાર આવી જ રીતે સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આમ સુરત પહોંચ્યા બાદ કેવી કાર્યવાહી કરવામાં આવે છે, તેની રાહ જોવાઈ રહી છે.

અટકાયત કરેલા ક્લાર્ક

 

  • જલ્પાબેન બીપીનચંદ્ર પટેલ, હિમતનગર
  • નીમાબેન પ્રકાશભાઈ પટેલ, હિમતનગર
  • રોહિતકુમાર મુળજીભાઈ મકવાણા, હિમતનગર
  • મનીષકુમાર ધનજીભાઈ પારધી, હિમતનગર-મહેતાપુરા
  • અલ્તાફઉમર ફારુક લોઢા, ઇડર
  • ઉપાસનાબેન ખાનાભાઇ સુતરીયા, ઇડર
  • નીલમબેન નારાયણદાસ પરમાર, ઇડર
  • પ્રકાશકુમાર મગનભાઈ વણકર, જાદર-ઇડર

આ પણ વાંચો :  IND vs WI: ટેસ્ટ બાદ હવે ODI સિરીઝ શરુ થશે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણીનુ સંપૂર્ણ શેડ્યૂલ જાણો!

 

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:29 am, Tue, 25 July 23

Next Article