Surat : સુરતને લાગી કોરોનાની નજર, એક જ દિવસમાં કોરોનાના 1578 કેસ નોંધાયા

સુરતમાં કોરોના કેસોની સંખ્યા 1578 પર પહોંચી છે. જેમાં સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં 446 નોંધાયા છે. તે બાદ રાંદેર ઝોનમાં 327 કેસ સામે આવ્યા છે.

Surat : સુરતને લાગી કોરોનાની નજર, એક જ દિવસમાં કોરોનાના 1578 કેસ નોંધાયા
Surat Corona Update
| Edited By: | Updated on: Jan 08, 2022 | 10:06 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોના(Corona)  કેસો વધી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેર બાદ સુરત(Surat)  શહેર શહેરમાં કોરોનાના વધુ કેસો નોંધાઈ રહ્યા છે. તેમજ સુરતમાં કોરોના કેસોની સંખ્યા રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. આજે પણ સુરતમાં કોરોના કેસોની સંખ્યા 1578 પર પહોંચી છે. જેમાં સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં 446 નોંધાયા છે. તે બાદ રાંદેર ઝોનમાં 327 કેસ સામે આવ્યા છે.

એટલું જ નહીં વરાછા અને કતારગામ ઝોનમાં પણ હવે કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે  કતારગામ ઝોનમાં 213 કેસ, વરાછા બી ઝોનમાં 154 કેસ, વરાછા એ ઝોનમાં 121 કેસ નોંધાયા છે. જ્યારે ઉધના વિસ્તારમાં પણ 160 જેટલા કોરોના ના કેસો સામે આવ્યા છે

શનિવારે નોંધાયેલા 1578 કેસોની સામે 323 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે એક સમયે જે રિકવરી રેટ સો ટકાની આસપાસ પહોંચી ગયો હતો, તેમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાનો રિકવરી રેટ 94.3 ટકા નોંધાયો છે.

હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 5411 નોંધાય છે, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 97 પર પહોંચી છે .અત્યાર સુધી સુરતમાં ઓમીક્રોનના ફુલ 20 કેસ સામે આવ્યા છે. જેમાં રાંદેર ઝોનમાં છ ઓમીક્રોન ના કેસ અને અઠવા ઝોનમાં આઠ ઓમીક્રોન ના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ ટેસ્ટિંગ – ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

શહેરમાં જે રીતે કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે તે જોતા હવે આગામી દિવસોમાં માત્ર શહેરમાં જ ત્રણ હજારથી રોજીંદા કેસ નોંધાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 1લી જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી સુધીમાં જ સુરત શહેરમાં ચાર હજાર કરતાં વધુ કેસો નોંધાઈ ચુક્યા છે.1લી જાન્યુઆરીના રોજ સુરત શહેરનો રિકવરી રેટ 98 ટકા હતો જે હાલ 95 ટકાએ પહોંચી ચુક્યો છે.

આ સિવાય 1લી જાન્યુઆરીના રોજ કુલ એક્ટીવ કેસ પૈકી માંડ 20 દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતા જે આંકડો હવે વધીને 100ની નજીક પહોંચી ચુક્યો છે

આ પણ વાંચો : Ahmedabad : ગેસ સિલિન્ડર રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

આ પણ વાંચો :  Ahmedabad : કોર્પોરેશને કોરોના દર્દીઓ માટે શરૂ કરી ટેલી મેડિસન સેવા, 24 કલાક મળશે ડૉક્ટર

Published On - 8:22 pm, Sat, 8 January 22