Surat Breaking News : NIAની તપાસમાં વેસુમાંથી બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો, બોગસ આધારકાર્ડ બનાવી રહેતો હતો ભારતમાં

અલ-કાયદાની NIAની તપાસમાં ખૂબ જ મોટી સફળતા હાંસલ થઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચે વેસુમાંથી બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે. NIAની તપાસમાં આ વ્યક્તિ વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ છે. આરોપીનું નામ અબુ બકર હજરતઅલી હોવાનું સામે આવ્યુ છે.

Surat Breaking News : NIAની તપાસમાં વેસુમાંથી બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો, બોગસ આધારકાર્ડ બનાવી રહેતો હતો ભારતમાં
| Edited By: | Updated on: Oct 27, 2023 | 9:10 AM

Surat : અલ-કાયદાની NIAની તપાસમાં ખૂબ જ મોટી સફળતા હાંસલ થઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચે (Surat Crime Branch) વેસુમાંથી બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે. NIAની તપાસમાં આ વ્યક્તિ વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ છે. આરોપીનું નામ અબુ બકર હજરતઅલી હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો-Porbandar Video : બરડા ડુંગર પર આવેલી પોલીસની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, હજારો લીટર દારૂના કેરબા ઝડપાયા

સુરત ક્રાઇમ બ્રાંચે ગુરુવારે બપોરે અબુ બકર હજરતઅલીને વેસુ કેનાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી તેના એક મિત્રના ત્યાં વેસુ વિસ્તારમાં ટેઇલરિંગનું કામ કરવા માટે મળવા આવ્યો હતો. NIA છેલ્લા ઘણા સમયથી અલ-કાયદાની તપાસ કરી રહ્યુ છે. ત્યારે તેમને અલ-કાયદા (AQIS)ના વોન્ટેડ આરોપી હુમાયુખાન સાથે આ બાંગ્લાદેશી નાગરિક સોશિયલ મીડિયા પર વાત કરતો હોવાની માહિતી મળી હતી.જેના આધારે દરોડા પાડીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લેતા તેણે પોતે ભારતીય નાગરિક હોવાનું જણાવ્યુ હતુ.તેણે ક્રાઇમ બ્રાંચને પોતાનું આધાર કાર્ડ પણ બતાવ્યુ હતુ. જો કે ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. જે પછી તપાસ કરતા આધાર કાર્ડ નકલી હોવાનું સામે આવ્યુ હતુ. આરોપી પાસેથી નકલી આધારકાર્ડ, 2 મોબાઇલ અને અન્ય ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. માહિતી મળી રહી છે કે આરોપી બોગસ દસ્તાવેજના આધારે ખોટુ નામ ધારણ કરી રહેતો હતો. તે 2015થી અમદાવાદમાં બોગસ આધારકાર્ડ બનાવી રહેતો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:48 am, Fri, 27 October 23