Surat : સુરત શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ, દુબઈની ફ્લાઇટ મળે તેવી પણ સંભાવના

|

Oct 01, 2021 | 8:37 PM

એર ઇન્ડિયાના સિનિયર અધિકરીએ જાણકારી આપી હતી કે સુરત એરપોર્ટની એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટને ફરી શરૂ કરવામાં આવી છે અને તેનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Surat : સુરત શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ, દુબઈની ફ્લાઇટ મળે તેવી પણ સંભાવના
Booking of Surat Shahjahan flight has started

Follow us on

દોઢ વર્ષ પહેલા કોરોનાના (Corona) કારણે બંધ કરી દેવામાં આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત (Surat) અને યૂએઇના શારજહા (Sharjaha) વચ્ચેની ઇન્ટરનેશનલ ફ્લાઇટ (International Flight) આગામી નવેમ્બર 2021 થી પુનઃ શરૂ કરી દેવાની જાહેરાત અને બુકીંગ બંને શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ દુબઇ ખાતે છ મહિના ચાલનારો વિશ્વનો સૌથી મોટો બિઝનેસ એક્સ્પો શરૂ થયો હોય ગુજરાતી ઉધોગપતિઓને આકર્ષવા માટે સુરતથી દુબઈની ફ્લાઇટ પણ શરૂ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે. 

સુરતના વી વોન્ટ વર્કિંગ એરપોર્ટના સભ્ય એ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના સિનિયર અધિકરીએ જાણકારી આપી હતી કે સુરત એરપોર્ટની એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટને ફરી શરૂ કરવામાં આવી છે અને તેનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઇટ હાલમાં અઠવાડિયામાં બે વખત સુરત અને શારજહા વચ્ચે ઓપરેટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બીજી તરફ દુબઈમાં શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા એક્સ્પોમાં પ્રવાસીઓને આકર્ષવા માટે યુએઈ દ્વારા જુદી જુદી યોજનાઓ બનાવવાં આવી છે. દુબઈમાં રહેતા ગુજરાતી આગેવાનોએ પણ યુએઈ સરકારને રજૂઆતો કરી છે કે વિશ્વમાં વ્યાપાર માટે જાણીતા ગુજરાતીઓને આકર્ષવા માટે સુરત એરપોર્ટથી દુબઈની સીધી ફ્લાઇટ શરૂ કરવી જોઈએ. આવી રજુઆત સ્થાનિક સ્તરેથી પણ કરવામાં આવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સૂત્રો જણાવે છે કે ટૂંક જ સમયમાં કેન્દ્ર સરકાર જુદી જુદી એરલાઇન્સના અધિકારીઓ સાથે વાટાઘાટ કરીને સુરત દુબઇ વચ્ચે ઇન્ટરનેશનલ ફ્લેર શરૂ થાય તે દિશામાં મોટી જાહેરાત પણ કરશે. સુરતથી અનેક લોકો યુનાઇડેટ આરબ અમીરાત સાથે વ્યાપારિક અને ધંધાકીય રીતે જોડાયેલા છે, તે ઉપરાંત સ્થાનિક અને હીરા ઉધોગપતિઓ અને બિલ્ડીંગ સાથે સંકળાયેલા લોકો પણ દુબઇ સાથે વ્યાપારિક સંબંધ ધરાવતા હોય સુરત દુબઈની ફ્લાઇટ જલ્દી શરૂ થાય તેવા સંકેતો છે.

સુરત શારજહા ફ્લાઇટ સપ્તાહમાં બે ટ્રિપનું આયોજન :

રવિવાર અને બુધવારે શારજહાંથી સાંજે 7:35 કલાકે ફ્લાઇટ ટેક ઓફ થઈને સુરત ખાતે રાત્રે 11:45 કલાકે લેન્ડ થશે. એવી જ રીતે દર સોમવાર અને ગુરુવારે ફરીથી એજ ફ્લાઇટ રાત્ર 1:45 કલાકે સુરત એરપોર્ટથી ટેક ઓફ કરીને શારજહાંના સ્થાનિક સમય પ્રમાણે 3:30 કલાકે લેન્ડ થશે.

આ પણ વાંચો: Surat : રાહતના સમાચાર : હવે ઉકાઇમાંથી 1 લાખ ક્યુસેક કરતા પણ ઓછું પાણી છોડાઈ રહ્યું છે

આ પણ વાંચો: વેક્સિન નહીં તો ગરબા નહીં: Surat મનપાનો મોટો નિર્ણય, રસી લીધી હશે તે જ લોકો ગરબામાં ભાગ લઈ શકશે

Next Article