Surat: બરફના તોફાન અને માઈનસ 15 ડિગ્રી તાપમાન વચ્ચે ‘સુરતી લાલા’એ શિખર પર લહેરાવ્યો તિરંગો

|

Sep 06, 2021 | 7:50 PM

સતત 12 કલાક બરફના તોફાન અને 10થી 15 ડિગ્રી તાપમાન વચ્ચે તેઓ આગળ વધતા રહ્યા અને હરકિશન તેમજ પશ્ચિમ બંગાળના ઉદિત હજારેએ સવારે 6 વાગ્યે પર્વતની શિખર પર પહોંચીને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

Surat: બરફના તોફાન અને માઈનસ 15 ડિગ્રી તાપમાન વચ્ચે સુરતી લાલાએ શિખર પર લહેરાવ્યો તિરંગો

Follow us on

સુરત (Surat)ના પર્વતારોહકે અનોખી સિદ્ધિ મેળવી છે. સુરતમાં રહેતા હરકિશન જીયાણી (Harkisan Jiyani)એ લેહ (Leh)માં આવેલી 6,250 મીટર ઊંચાઈ ધરાવતું યાટ્સે શિખર સર કર્યું છે. વરાછા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વતની હરકિશન જીયાણીએ લેહમાં આવેલ 6,250 મીટર ઊંચાઈ ધરાવતો માઉન્ટ યાટ્સે પર્વત સર કર્યો છે.

 

હરકિશન જીયાની તેમના 4 સભ્યોની ટીમ સાથે ગયા હતા. 28 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યે તેમને આ પર્વતારોહણ શરૂ કર્યું હતું. જોકે અધવચ્ચે વાતાવરણ ખરાબ થતાં ટીમના બે સભ્યોની હાલત બગડી હતી અને તેઓને પરત થવી પડ્યું હતું. અચાનક બરફ પડવાથી તેઓને પર્વતારોહણ કરવું મુશ્કેલ બન્યું હતું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

ટીમના બે સભ્યો પાછા જતા રહેવાથી તેઓનો જુસ્સો પણ થોડો ઓછો થયો હતો. જોકે અડગ મનોબળ અને ભગવાનનું નામ લઈને તેઓ આગળ વધતા ગયા. પર્વતનો સ્લોપ પણ હોવાથી તેઓને ધ્યાન રાખીને આગળ વધવું પડ્યું, કારણ કે એક નાની ભૂલ પણ તેમને મોતના મોમાં ધકેલી દે તેવી હતી.

 

પર્વત પર સીધું ચઢાણ હોવાથી તેઓને થાકનો અનુભવ પણ તેટલો જ થતો હતો. જોકે આ બઘી મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓએ પર્વત પર ચડવાનું ચાલુ જ રાખ્યું. સતત 12 કલાક બરફના તોફાન અને 10થી 15 ડિગ્રી તાપમાન વચ્ચે તેઓ આગળ વધતા રહ્યા અને હરકિશન તેમજ પશ્ચિમ બંગાળના ઉદિત હજારેએ સવારે 6 વાગ્યે પર્વતની શિખર પર પહોંચીને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

 

હરકિશન જીયાણીએ જણાવ્યું હતું કે પર્વત ચડતી વખતે ઊંચાઈ પર હવા પાતળી થઈ જાય છે. તેના કારણે તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટીને 60 થઈ ગયું હતું. તેમને ચક્કર આવવા લાગ્યા હતા અને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. એક સમયે તેમને નક્કી કર્યું હતું કે તેઓ પાછા ફરી જશે પણ સામાન્ય ટ્રીટમેન્ટ લઈને પણ તેઓ આગળ વધતા ગયા અને આખરે આ સફળતા મેળવી હતી. તેમની ટીમે 3 દિવસમાં 45 કિલોમીટરનું ટ્રેકિંગ પુરૂ કરીને બેઝ કેમ્પ પર પાછી ફરી હતી.આમ ખરાબ હવામાનની વચ્ચે પણ તેઓએ હિંમત હારી ન હતી અને અડગ મન રાખીને આ સિદ્ધિ મેળવી હતી.

 

આ પણ વાંચો : Surat : હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ

આ પણ વાંચો : Surat : વહેલી સવારથી પડેલા વરસાદથી સુરત થયું પાણી પાણી

Next Article