Surat : સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો મુશ્કેલીમાં, સરકાર પાસે મદદની માગ

|

Oct 09, 2021 | 5:29 PM

દેશના બીજા બધા જ રાજ્યોની સૂર્ય ઉર્જાની સ્કીમ કરતા ગુજરાત રાજ્યની જ સ્કીમ સૌથી વધારે અટપટી છે. ગુજરાતમાં જ એવો નિયમ છે કે સૂર્ય ઉર્જાની ઇન્સ્ટોલેશનની સબસીડી સરકાર સીધા ગ્રાહકોના ખાતામાં જમા નથી કરતી પણ ઈન્સ્ટોલેશન કરનાર ઉધોગકારના ખાતામાં જમા કરે છે.

Surat : સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો મુશ્કેલીમાં, સરકાર પાસે મદદની માગ
Surat: 625 people involved in solar business in trouble, seek help from government

Follow us on

સુરત શહેરમાં સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો એવી મુશ્કેલીમાં છે કે જો તેમને સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો તેમને પોતાનો વ્યવસાય બદલવો પડી શકે છે.

સાઉથ ગુજરાત સોલર એસોશિયેશને (Solar Association ) રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે ગંભીર ફરિયાદ કરી છે કે પહેલાથી નુકશાનીમાં ચાલી રહેલા સોલર રૂફ રોપ ઇન્સ્ટોલ કરવાના ધંધામાં સરકારે સોલર પેનલ અને ઇન્વર્ટર પર 5 ટકાનો જીએસટીનો રેટ (GST Rate ) વધારીને 12 ટકા કરી દેતા આ ઉધોગ હવે બંધ થવાની અણીએ આવીને ઉભો છે.

સાઉથ ગુજરાત સોલર એસોસિયેશને માંગણી કરી છે કે જો સરકાર તાકીદના ધોરણે કોઈ નિવેડો નહિ લાવે તો શહેરમાં સોલાર પેનલ ફિટિંગ કરતા ઉદ્યોગકારોને એક પછી એક ધંધો બંધ કરવો પડે તેવી નોબત આવશે. વૈશ્વિક બજારમાં થયેલા વધારાના લીધે સોલાર પેનલ, ઇન્વર્ટર, સ્ટીલ અને પાવર કેબલ્સનાં ભાવમાં જંગી વધારો થયો છે તે જાણતા હોવા છતાં સરકારે જુના ટેન્ડરના રેટ ઉપર 150 મેગાવોટ કોટા વધારીને હાલનું ટેન્ડર ચાલુ રાખીને અન્યાય કર્યો છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

સૂર્ય ઉર્જાના પ્રચાર પ્રસાર માટે સરકાર એક તરફ મોટા પાયે જાહેરાતો કરે છે અને બીજી તરફ આ જ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં જરૂરી પેનલ અને ઇન્વર્ટરના જીએસટીમાં સરકારે પાંચ ટકાની જગ્યાએ 12 ટકાનો સ્લેબ કરી દીધો છે. સાઉથ ગુજરાત સોલર એસોસિયેશને ચીમકી પણ આપી છે કે આગામી દિવસોમાં જો તેમના પ્રશ્નો હલ નહીં કરવામાં આવે તો સુરતના રહેવાસીઓ દ્વારા સોલાર રૂફ ટોપ માટે જે અરજીઓ કરવામાં આવી છે, તેના ઇન્સ્ટોલેશનમાં મોટો વિલંબ સહન કરવાનો વખત આવશે.

સબસિડીની બાબતમાં બીજા રાજ્યો કરતા ગુજરાતની સ્કીમ સૌથી અટપટી 
દેશના બીજા બધા જ રાજ્યોની સૂર્ય ઉર્જાની સ્કીમ કરતા ગુજરાત રાજ્યની જ સ્કીમ સૌથી વધારે અટપટી છે. ગુજરાતમાં જ એવો નિયમ છે કે સૂર્ય ઉર્જાની ઇન્સ્ટોલેશનની સબસીડી સરકાર સીધા ગ્રાહકોના ખાતામાં જમા નથી કરતી પણ ઈન્સ્ટોલેશન કરનાર ઉધોગકારના ખાતામાં જમા કરે છે. અને ઇન્સોલેશન કરનાર ઉદ્યોગકારને એ સબસીડી છોડાવતા નાકે દમ આવી જાય છે. બીજા રાજ્યોમાં આવું નથી.

સુરત શહેરમાં સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો એવી મુશ્કેલીમાં છે કે જો તેમને સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો તેમને પોતાનો વ્યવસાય બદલવો પડી શકે છે. એક તરફ સરકારે સોલર પર જીએસટી ડ્યુટી 5 ટકા થી વધારીને 12 ટકા કરી છે. આવી સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના અગ્રણીઓનું કહેવું છે કે આવી સ્થિતિમાં હવે તેમના માટે વેપાર કરવો અશક્ય છે.

Next Article