
સુરતના અમરોલીમાં કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી હુમલો કર્યો હતો. અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીમાં આવેલી વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની હતી. મળતિયાઓએ હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન 3ના મોત થયાં હતા. આ ઘટનાના સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે આરોપીઓએ ચપ્પુ વડે કારખાનાના માલિક, તેના પિતા તેમજ મામા પર હુમલો કરીને હત્યા કરી હતી. હાલમાં પરિવારે માંગણી કરી હતી કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી પરિવાર તેમના સ્વજનોના મૃતદેહ સ્વીકારશે નહીં. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાને અંજામ આપનારા 2 સગીર આરોપીની ધરપકડ કરી હતી.
હુમલાની ઘટના બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર બાદ ત્રણેયના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આરોપીઓએ પહેલા ચપ્પુ વડે કારખાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હતો.આ મારામારીમાં બાપ દીકરાને બચાવવા જતા મામા પણ ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન ત્રણેયના મોત થયાં હતા
આ સગીરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેથી તેઓ બદલો લેતા આ હુમલો કર્યો હતો.
Triple Murder Case: Three were stabbed to death over a dispute in an embroidery factory, Amroli #Surat #Gujarat #TV9News pic.twitter.com/nUG5elb58j
— Tv9 Gujarati (@tv9gujarati) December 25, 2022
આ ઘટનામાં પ્રાથમિક તબક્કે અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શકયતા સેવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં સત્વરે તમામ લોકોને પકડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્યો કુમાર કાનાણી, વિનુ મોરડિયા સહિતના નેતાઓએ પણ હોસ્પિટલ પહોચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે વાતચીત કરી હતી.
આ ઘટનામાં હુમલાના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. દરમિયાન આ હુમલો થયો તે પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં માલિક આ સગીરોને કંઇકા કારણોસર ધમકાવતા તેમજ માર મારતા નજરે ચઢ્યા હતા.
Amroli Triple Murder Case: Two accused held while one is still on the run #Surat #Gujarat #TV9News pic.twitter.com/MmYrhC1LdC
— Tv9 Gujarati (@tv9gujarati) December 25, 2022
Published On - 12:02 pm, Sun, 25 December 22