
સુરતમાં હીરા ઉદ્યોગ સામે મનપાએ લાલ આંખ કરી છે. રત્નકલાકારો રેપિડ ટેસ્ટ નહી કરાવતા તંત્રએ 3 એકમોને બંધ કરાવ્યા છે. હીરા બજારમાં SOPનો અમલ નહી થતા, મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનલૉક-1 બાદ હીરા બજારમાં ફરી ચમક જોવા મળી છે, પરંતુ કોવિડ-19ની માર્ગદર્શિકાનું રત્નકલાકારો ભાન ભૂલ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગને અવગણી પહેલાની સ્થિતિમાં સમગ્ર વ્યવહાર થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના કેરને નાથવા તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે, તેવામાં સરકારી ગાઈડલાઈનનું પાલન ન થતા તંત્ર દ્વારા કડક વલણ ભરાયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 2:32 pm, Thu, 3 September 20