Surat: 2 શાળામાં આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 120 વિદ્યાર્થીના કરાયા ટેસ્ટ

|

Dec 08, 2021 | 9:54 AM

Surat: અડાજણની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના 2 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે.

Surat: 2 શાળામાં આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 120 વિદ્યાર્થીના કરાયા ટેસ્ટ
Corona (File Image)

Follow us on

સુરતના (Surat) અડાજણની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના 2 વિદ્યાર્થી કોરોના સંક્રમિત (Corona In school Students) થતાં તંત્ર દોડતું થઈ ગયું. બે વિદ્યાર્થીના કેસ પોઝિટિવ નોંધાયા બાદ અન્ય 120 વિદ્યાર્થીના પણ ટેસ્ટ કરાયા. જો કે, તમામ વિદ્યાર્થીના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સ્કૂલના વધુ વિદ્યાર્થીના ટેસ્ટ કરાશે.

સંસ્કાર ભારતીના વિદ્યાર્થીના જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ઉપરાંત પરિવારના સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ હોવાથી વિદ્યાર્થી સ્કૂલમાંથી સંક્રમિત થયો હોય તેવું અનુમાન છે. બીજી તરફ સતર્કતાના ભાગરૂપે સ્કૂલમાં સાત દિવસની રજા રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં મંગળવારે વધુ 7 કેસ નોંધાયા છે. જેમાં અઠવાલાઈન્સની ગૃહિણી અને તેમના ઘરે કામ કરતી મહિલા પણ કોરોના સંક્રમિત થઈ છે.

વધુમાં જણાવીએ કે આ બાબતે સુરત પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની 4 દિવસ પહેલા કોરોના પોઝિટીવ આવ્યો હતો. ત્યારે શાળાને મોડી રાત્રે શાળા બંધ રાખવાની જાણ કરવામાં આવી હતી. આવામાં સ્કૂલ પર સવારે વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા. અને તેમને પરત મોકલવામાં આવ્યા હતા. અહીં પાલિકાનો સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

તો વિદ્યાર્થીની 4 દિવસ પહેલા રજા લઈને લગ્નમાં ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીનીને તકલીફ થતા પરિવારે જ ટેસ્ટ કરાવ્યો હતો. અને રિપોર્ટ સકારાત્મક આવ્યો હતો. બાદમાં તેમણે શિક્ષકને જણાવ્યું હતું અને એ બાદના દિવસે SMC ની ટીમે 12 સાયન્સ અને 11 માં ધોરણના બધા વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો. એ બાદ રાત્રે 11 વાગે SMC એ સ્કૂલ પર રજા રાખવાનું જણાવવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે ઓમિક્રોનની આફત વચ્ચે રાજ્યમાં એક તરફ સ્કુલો ખોલવામાં આવી છે. તો હાલ લગ્નસરાની સીઝનને કારણે તથા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ભયની વચ્ચે રસીકરણથી વંચિત બાળકો સંક્રમિત ન થાય તે સુરત મનપાનો (SMC) મુખ્ય હેતુ છે.

તો શાળામાં આવતાં બાળકોના ઘરમાં તેમના માતા- પિતા પણ વેકિસનેટેડ હોય તે જરૂરી છે. પરિણામે હવે મનપા દ્વારા તમામ શાળા આચાર્યોને સુચના આપવામાં આવી છે. અને શાળામાં અભ્યાસ કરતાં બાળકો પાસે તેમના માતા- પિતાના વેકિસનેશન અંગેના સર્ટિફીકેટ મંગાવવામાં આવશે.

 

 

આ પણ વાંચો: Mission Vibrant: CM દુબઇના પ્રવાસે રવાના, દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત અને રોડ-શો

આ પણ વાંચો: Surat: બારડોલીના અસ્તાન ગામે લાગ્યા મતદાન બહિષ્કારના બેનરો, જાણો કેમ સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ

Published On - 9:11 am, Wed, 8 December 21

Next Article