Surat: માણો તાપી નદીનો અદ્દભુત આકાશી નજારો, સુરત શહેરના વચ્ચેથી ધસમસતી વહી રહી છે તાપી

|

Sep 30, 2021 | 9:04 AM

Surat: શહેરના વચ્ચેથી પસાર થતી તાપી નદીનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. વિડીયોમાં તમે માણી શકો છો સુંદર દ્વશ્ય.

રાજ્યમાં ભરપુર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે. જેને લઈને ઉકાઈ ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં 2,75,787 ક્યુસેક પાણીની આવક થઇ છે. પાણી વધી જતા ઉકાઈ ડેમના સાત ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

પાણી વધતા તાપી નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની હાલની જળસપાટી 341.45 ફૂટ છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આવામાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ ચાલુ છે. તાપી નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે વિડીયોમાં નિહાળો તાપી નદીનો આકાશી નજારો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો ભયાનક નજારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વચ્ચેથી પસાર થતી તાપી નદીનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. વિડીયોમાં તમે માણી શકો છો સુંદર દ્વશ્ય.

 

આ પણ વાંચો: Surat: ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર અલતાફ પટેલને ક્રાઈમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો

આ પણ વાંચો: ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે કોસ્ટગાર્ડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Published On - 7:08 pm, Wed, 29 September 21

Next Video