ઉકાઇ ડેમના 13 દરવાજા ખોલાયા, સુરતમાં તાપી નદી બે કાંઠે વહી

|

Sep 27, 2021 | 2:31 PM

ચોમાસુ લંબાતુ જતું હોવાથી ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ મોડો સપ્ટેમ્બર મહિનામાં જ વરસાદ વરસી રહ્યો હોવાથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સતાધીશોની કસોટી થઇ રહી છે.

ઉકાઇ ડેમના 13 દરવાજા ખોલાયા, સુરતમાં તાપી નદી બે કાંઠે વહી
SURAT: 10 gates of Ukai Dam opened, water level of Tapi river rises

Follow us on

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈડેમના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને પગલે ઉકાઈડેમમાં મોટી માત્રમાં પાણીની આવક થવાની સાથે ઉકાઈડેમની સપાટીમાં સતત વધારો નોંધાયો હતો.અને ડેમની સપાટી 342.20 ફૂટ ને પાર થઈ ગઈ હતી અને ઉકાઈડેમની ભયજનક સપાટીની 345 ફૂટની નજીક પહોંચી જતા ડેમનું રુલ લેવલ મેટેન કરવા આજે ઉકાઈડેમમાંથી પાણી છોડવાની માત્ર વધારી દેવામાં આવી હતી હાલ ઉકાઈડેમ માંથી આજે 13 ગેટ ખોલી 1,50,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી હતી તો તંત્ર દ્વારા તાપી નદી કિનારેના વિસ્તાર ના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

ચોમાસુ લંબાતુ જતું હોવાથી ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ મોડો સપ્ટેમ્બર મહિનામાં જ વરસાદ વરસી રહ્યો હોવાથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સતાધીશોની કસોટી થઇ રહી છે. આમ સામાન્ય વરસાદ જ વરસ્યો છે. પરંતુ હથનુર ડેમમાંથી ગત દિવસોમાં છોડાયેલું પાણી અને આ વરસાદ બન્નેનું પાણી ભેગુ થતા જ ઉકાઇ ડેમ પછીના પ્રથમ બેરેજ પ્રકાશમાંથી છોડવાની શરૂઆત કરી હતી. અને, ઉકાઇના ડેમ વિસ્તારમાં વરસાદ આ બંન્ને ભેગુ થઇને પાણીનો ઇનફલો આવ્યો હતો.

જેના કારણે સતાધીશોએ અગમચેતી વાપરીને સવારે સાત વાગ્યાથી જ ઉકાઇ ડેમના દરવાજા ખોલીને પહેલા 75,000 કયુસેક અને ત્યારબાદ વધારીને છેલ્લે 10 દરવાજામાંથી 9 ગેટ 4 ફૂટ અને એક ગેટ અઢી ફુટ ખોલીને 98,000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. અને બપોરના 12 વાગ્યા થી 1.50 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ પણ કર્યું હતું. અત્યારે ડેમના 13 દરવાજા ખોલાયા છે. જેથી સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં અધિકારીઓને સાવચેત રહેવા પણ તાકીદ કરી છે. તાપી નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોની અવર જવર ન થાય તાકીદ પણ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તાપી નદીમાં પાણી છોડવામાં આવતા સુરતની જીવાદોરી સમાન તાપી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. જેનો નજારો અદભુત જોવા મળી રહ્યો છે સાથે એક વાત પણ સારી છે કે પાણી વધારે છોડતા તાપી નદી બે કાંઠે વ્હેતી થતા તાપી નદીમાં જે કચરો હતો તે નીકળી રહ્યો છે. અને, સાથે પાલિકાના કરોડો રૂપિયા સફાઈ માટે વાપરવામાં આવે છે જે માત્ર કાગળ પર વાપરવામાં આવે તે હવે ખર્ચવા નહિ પડે, પણ પાલિકા આ ખર્ચો બતાવે છે કે નહીં તે પણ લોક ચર્ચા ઉઠી છે. લોકો પણ આ તાપી નદી નો નજારો જોવા માટે ઉમટી રહ્યાં છે.

Published On - 2:18 pm, Mon, 27 September 21

Next Article