ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે રાજ્ય વ્યાપી દરોડા, SGST વિભાગની 80 પેટ્રોલપંપ પર કાર્યવાહી

|

Aug 06, 2021 | 2:15 PM

જેમાં સૌથી વધુ ગેરરીતિ સૌરાષ્ટ્રમાં થઈ હોવાનો અંદાજ છે. જેમાં રાજકોટમાં 24, ભાવનગરમાં 7, પોરબંદર, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં અલગ અલગ પેટ્રોલપંપ પર દરોડા પાડવામાં આવ્યા છે.

ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે રાજ્ય વ્યાપી દરોડા, SGST વિભાગની 80 પેટ્રોલપંપ પર કાર્યવાહી
file photo

Follow us on

ગુજરાત(Gujarat) માં પેટ્રોલપંપના ડિલરો સામે SGSTના અધિકારીઓએ રાજ્ય વ્યાપી દરોડા પાડયા છે. જેમાં વેટ નંબર રદ થયા પછી પણ પેટ્રોલપંપના માલિકોએ વેચાણ ચાલુ રાખ્યુ હોવાનું ધ્યાને આવતા SGSTના અધિકારીઓએ દરોડા પાડયા છે. હાલ ગુજરાતમાં અલગ અલગ 80 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગેરરીતિ સૌરાષ્ટ્રમાં થઈ હોવાનો અંદાજ છે. જેમાં રાજકોટમાં 24, ભાવનગરમાં 7, પોરબંદર, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં અલગ અલગ પેટ્રોલપંપ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ગુજરાતના 78 હજારથી વધુ વેપારીઓના વેટ નંબર રદ કરાયા છે

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો tv9gujarati.com

Published On - 1:33 pm, Fri, 6 August 21

Next Article