Ahmedabad મહેસાણા હાઇવે નજીકથી જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, કુલ રૂપિયા 66,00,370 નો મુદ્દામાલ કબજે કર્યો

|

Apr 05, 2022 | 11:49 PM

રેડ દરમ્યાન મુખ્ય આરોપી દશરથભાઈ ઈશ્વરભાઈ પટેલ સહિત કુલ 9 જેટલા આરોપીઓને ડીઝલના નામે ભળતાં ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી 8000 લીટર, જેની કિંમત 6,80,000 થાય છે ઉપરાંત ટેન્કર નં-MH-04-EL-5597 માં રહેલ જ્વલનશીલ પેટ્રોલીંગ પ્રવાહી 19210 લીટર, જેની કિંમત 7,29,980 થાય છે તેમજ ડીસ્પેન્સર નંગ - 02, રબર પાઈપ નંગ - 02, મોબાઈલ ફોન નંગ 10, વાહન નંગ - 04, રોકડા રૂપિયા વિગેરે મળી કુલ રૂપિયા 66,00,370 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Ahmedabad મહેસાણા હાઇવે નજીકથી જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, કુલ રૂપિયા 66,00,370 નો મુદ્દામાલ કબજે કર્યો
Ahmedabad Illegal Biodiesel Seized

Follow us on

સ્ટેટ મોનીટરીંગ સેલ(State Monitoring Cell ) દ્વારા અમદાવાદ (Ahmedabad) મહેસાણા હાઇવે નજીકથી  ગેરકાયદે જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી(LDO)  કુલ રૂપિયા 66,00,370 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદે બાયો ડીઝલના બેફામ વેચાણ પણ સરકાર અને પોલીસની લાલ આંખ બાદ હવે અમુક લોકો દ્વારા ભેળસેળ યુક્ત ડીઝલ વેચાણ કરી રહ્યા છે જે અસલી ડીઝલના ભાવ કરતાં સસ્તું વેચાણ થતું હોય છે ત્યારે આવી હરકતો પર રોક લગાવવા પોલીસે અલગ અલગ જગ્યાએ પર તપાસ હાથ ધરી છે. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના અમદાવાદ – મહેસાણા હાઈવે, શીવાલા સર્કલ, મેવડ ગામની સીમમાં જય ગોગા ડીઝલ પંપના નામે દશરથભાઈ ઈશ્વરભાઈ પટેલ નામનો વ્યક્તિ પોતે તથા પોતાના મળતીયા માણસો રાખી બહારથી ટેન્કરોમાં ડીઝલના ભળતાં નામે ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી મંગાવી, તેનો સંગ્રહ કરી, અલગ – અલગ વાહનોમાં ભરી આપી વેચાણ કરતો હતી અને અન્યો પાસે વેચાણ કરાવતો હોવાની માહિતી ને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ

જેમાં રેડ દરમ્યાન મુખ્ય આરોપી દશરથભાઈ ઈશ્વરભાઈ પટેલ સહિત કુલ 9 જેટલા આરોપીઓને ડીઝલના નામે ભળતાં ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી 8000 લીટર, જેની કિંમત 6,80,000 થાય છે ઉપરાંત ટેન્કર નં-MH-04-EL-5597 માં રહેલ જ્વલનશીલ પેટ્રોલીંગ પ્રવાહી 19210 લીટર, જેની કિંમત 7,29,980 થાય છે તેમજ ડીસ્પેન્સર નંગ – 02, રબર પાઈપ નંગ – 02, મોબાઈલ ફોન નંગ 10, વાહન નંગ – 04, રોકડા રૂપિયા વિગેરે મળી કુલ રૂપિયા 66,00,370 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલ 9 આરોપીઓ તથા ડીઝલના નામે ભળતાં ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો પુરો પાડનાર વોન્ટેડ 02 આરોપીઓ વિરૂધ્ધ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.મહત્વનું છે કે જે રીતે થોડા સમય પહેલા ગેરકાયદે બાયો ડીઝલ નો રાફડો ફાટ્યો હતો ત્યારે હવે નકલી ડીઝલના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને ડામવા પોલીસને મહત્વની સફળતા મળી છે.

આ પણ વાંચો :  Surat: સુરતના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, વિકાસશીલ ભારત વિષય ઉપર 250થી વધુ વકતાઓ સ્પીચ આપશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો :  Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાના વિકાસ માટે કોર્પોરેશન 350 કરોડની લોન લેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:38 pm, Tue, 5 April 22

Next Article