અમદાવાદ સહિત ચાર મહાનગરોના લોકોને રાત્રી કરફ્યૂમાંથી મળશે છૂટ, રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય

|

Jan 15, 2021 | 12:42 PM

કમૂરતા બાદ લગ્નમાં 200 મહેમાનોની મંજૂરી સાથે ચાર મહાનગરોમાંથી રાત્રી કરફ્યૂ પણ હટી શકે છે. મહામારી વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે.

કમૂરતા બાદ લગ્નમાં 200 મહેમાનોની મંજૂરી સાથે ચાર મહાનગરોમાંથી રાત્રી કરફ્યૂ પણ હટી શકે છે. મહામારી વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. જેમ જેમ કોરોના નબળો પડી રહ્યો છે તેમ તેમ સરકાર તરફથી નિયમોમાં પણ છૂટછાટ આપવામાં આવી રહી છે. મહામારીની શરૂઆત સાથે લાગુ કરાયેલા લૉકડાઉનને પગલે લગ્ન પ્રસંગો પર બ્રેક વાગી ગઇ હતી. જોકે અનલૉકની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઇ ગઇ છે અને હવે સરકાર નિયમોમાં ઢીલાશ આપે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે. નિયમોમાં ઢીલાશ સાથે લગ્નમાં 200 મહેમાનોની મંજૂરી મળી શકે છે, સાથે જ ચાર મહાનગરોમાં લાગુ રાત્રી કરફ્યૂમાંથી પણ છૂટ મળી શકે છે. લગ્ન પ્રસંગમાં અગાઉ માત્ર 100 મહેમાનોને જ મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં 14મી જાન્યુઆરી સુધી રાત્રી કરફ્યૂનો આદેશ કરાયો હતો. જેની સમયમર્યાદા પૂર્ણ થતા હવે આજે રાજ્ય સરકાર તરફથી આ બંને મુદ્દાઓ પર જાહેરાત કરાય તેવી શક્યાતાઓ સેવાઇ રહી છે.

 

આ પણ વાંચો: કૈલાસ માનસરોવર યાત્રા બનશે વધારે સરળ, ભારતીય વિસ્તારમાં મળશે વાહનની સુવિધા

Published On - 9:31 am, Fri, 15 January 21

Next Video