Bhavnagar: હોસ્પિટલના ડ્રાઈવરોની માનવતા મરી પરવારી, સરકારી ગાડીમાં મફત સેવા છતાં દર્દીને લાવવાના રૂપિયા પડાવ્યા

|

Apr 23, 2021 | 1:42 PM

કોરોનાના કપરા કાળ વચ્ચે પણ માનવીને રૂપિયા રળવા સિવાય કાંઈ દેખાતું નથી. સેવા ભાવનાને કોરાણે મૂકીને જેના હાથમાં જેટલું આવે તે બસ લૂંટી લેવા માગે છે.

કોરોનાના કપરા કાળ વચ્ચે પણ માનવીને રૂપિયા રળવા સિવાય કાંઈ દેખાતું નથી. સેવા ભાવનાને કોરાણે મૂકીને જેના હાથમાં જેટલું આવે તે બસ લૂંટી લેવા માગે છે. ભાવનગરની સર. ટી. હોસ્પિટલના ડ્રાઈવરોની મરી પરવારેલી માનવતાના પુરાવારૂપ ચોંકાવનારો ઓડિયો સામે આવ્યો છે. જેમાં બે ડ્રાઈવર ધારીથી કોરોના દર્દીને લાવવાની સેવા પેટે રૂપિયા પડાવવાની વાત કરે છે. સરકારી ગાડીની સેવા તદ્દન મફત છે. આમ છતાં ગરીબ કોરોના દર્દીઓ પાસેથી ડ્રાઈવરો મજબૂરીનો લાભ ઉઠાવીને બેફામ રૂપિયા વસુલ કરી રહ્યાં છે.

 

આ પણ વાંચો: ખેડૂતો માટે મહત્વના સમાચાર, કોરોના સંક્રમણને કારણે કૃષિ વિભાગે લીધો આ મોટો નિર્ણય 

Next Video