AMC એઇડસ કંન્ટ્રોલ સોસાયટીની 4 વર્ષમાં મહત્વની સફળતા, અમદાવાદમાં સેક્સવર્કર્સ, ટ્રકર, અને ટ્રાન્સજેન્ડરમાં HIV નો એક પણ કેસ નહીં

|

Nov 30, 2021 | 4:41 PM

૧ ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે.દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ચોક્કસ થીમ પર ઉજવાય છે. ત્યારે આ વર્ષે "અસમાનતાઓને સમાપ્ત કરો, એઇડ્સ સમાપ્ત કરો" ની થીમ પર વિશ્વ એઈડ્સ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવાઇ રહ્યો છે.

AMC એઇડસ કંન્ટ્રોલ સોસાયટીની 4 વર્ષમાં મહત્વની સફળતા, અમદાવાદમાં સેક્સવર્કર્સ, ટ્રકર, અને ટ્રાન્સજેન્ડરમાં HIV નો એક પણ કેસ નહીં
વિશ્વ એઇડસ દિવસ

Follow us on

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન,એઇડ્સ કંટ્રોલ સોસાયટી છેલ્લા ૨૦ વર્ષથી અમદાવાદ શહેરમાં એચ.આઈ.વી એઇડ્સ નિયંત્રણની કામગીરી કરી રહી છે અમદાવાદમાં એચ.આઈ.વી એઇડ્સને નિયંત્રણ કરવામાં ટીમ સફળ પણ રહી છે. ૧ ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે.દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ચોક્કસ થીમ પર ઉજવાય છે. ત્યારે આ વર્ષે “અસમાનતાઓને સમાપ્ત કરો, એઇડ્સ સમાપ્ત કરો” ની થીમ પર વિશ્વ એઈડ્સ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવાઇ રહ્યો છે.

1988માં વિશ્વ એઇડ્સ દિવસ વૈશ્વિક સ્વાસ્થ્ય માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ, સરકારો અને સિવિલ સોસાયટી એઇડ્સ કંટ્રોલ સોસાયટી, વિગેરે એચ.આઈ.વી.ને લગતી ચોક્કસ થીમ્સની આસપાસ જાગૃતિની ઝુંબેશ કરવા માટે જોડાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન-એઈડ્સ કંટ્રોલ સોસાયટી NACO (નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન-આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ભારત સરકાર)ની ૧૦૦% ગ્રાન્ટથી ચાલતી સંસ્થા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન -એઈડ્સ કંટ્રોલ સૌસાયટી શહેરમાં એઈડ્સ નિયંત્રણનો કાર્યક્રમ નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અનુદાનથી અમલમાં મુકેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એઈડ્સ નિયંત્રણ કરવા પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમો નીચે મુજબના છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

૧. લક્ષિત જુથ દરમ્યાનગીરી :- (Targeted Intervention)

અતિ જોખમી વર્તણૂક ધરાવતા લોકોમાં કોર જૂથ (દેહ વિક્રય કરતી મહિલાઓ, સજાતિય સંબંધ ધરાવતા પુરુષો અને સિરીંજથી નશો કરનારા તેમજ બીજા જુથો (સ્થાળતંર કરનારા અને ટ્રકર) માટે અમદાવાદમાં ૧૫ લક્ષિત દરમ્યાનગીરી પ્રોજેકટ અમલમાં છે. જેમાં બે સમુદાય આધારિત સંસ્થાઓ સી.બી.ઓ.( ધંધાદારી દેહ વિક્રય કરતી મહિલાઓ પરનો પ્રોજેકટ એફ.એસ.ડબલ્યુ. અને સજાતિય સંબંધ ધરાવતા પુરુષો પરનો પ્રોજેકટ -(૨) સિરીજ થી નશો કરનારા પરનો ૧ પ્રોજેક્ટ, સ્થળાંતરિત લોકો પરના ૯ પ્રોજેક્ટ અને ૧ ટ્રક્સ પ્રોજેકટનો સમાવેશ થાય છે. નશો કરનારા લોકો માટે ઓરલ સબસ્ટીટ્યુશન થેરાપી(ઓએસટી) સેન્ટર એલ.જી હોસ્પીટલમાં કાર્યરત છે.

૨. રક્ત સુરક્ષા કાર્યક્રમ :- (Blood Bank) – રક્ત સુરક્ષા કાર્યક્રમ હેઠળ કુલ ૯ બ્લડ બેંકને અમદાવાદ મ્યુનિ.કોર્પો.- એઈડ્સ કંટ્રોલ સોસાયટી સહયોગ આપે છે. આ કાર્યક્રમમાં સ્વૈચ્છિક રક્તદાન અને એચ.આઇ.વી. રહીત રક્ત ઉપર ભાર મુકવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ.કોર્પો.- એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા અમદાવાદની ૯ સરકારી તેમજ મ્યુનિસિપલ હોસ્પીટલોમાં બ્લડ બેંકને આર્થિક અને તકનીકી સહયોગ પુરો પાડવામાં આવે છે. જેના દ્વારા સ્વૈચ્છિક રકતદાનનો વાર્ષિક લક્ષ્યાંક વિવિધ સ્વૈચ્છિક રકતદાન શિબિરોનું આયોજન કરીને બ્લડ ક્લેક્શન કરે છે.

૩. એચ.આઈ.વી.ની તપાસ સેવા વિભાગ:- (ICTC) અમદાવાદમાં ૨૧ ઈન્ટીગ્રેટેડ કાઉન્સીલીંગ એન્ડ ટેસ્ટીંગ સેન્ટર (એચ.આઈ.વી.એઈડ્સની તપાસના કેન્દ્રો) છે અને ૧ મોબાઈલ આઈ.સી.ટી.સી. વાન ની સેવા શરૂ કરવામાં આવી છે. આ કેન્દ્રોમાં સંપરામશ ની સુવિધા છે. આ કેન્દ્રો અમદાવાદની ૪ મોટી સરકારી હોસ્પીટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં આવેલ છે. આ તમામ કેન્દ્રો ઉપરથી વાર્ષિક કુલ ૧,૨૧,૬૧૧ વર્ષ ૨૦૨૦-૨૦૨૧) વ્યક્તિઓનું એચ.આઈ.વી. પરિક્ષણ કરવામાં આવેલ હતું તથા એપ્રિલ-૨૦૨૧ થી ઓકટોબર-૨૦૨૧સુધીમાં કુલ ૧,૦૩,૯૦૨ વ્યક્તિઓનું એચ.આઈ.વી. પરિક્ષણ કરવામાં આવેલ છે. V એફ.આઈ.સી.ટી.સી.(ફેસીલીટેડ ઈન્ટીગ્રેટેડ કાઉન્સીલીંગ એન્ડ ટેસ્ટીંગ સેન્ટર) અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત છે.

૪. માતા પિતાથી બાળકમાં સંક્રમિત થતા એચ.આઈ.વી.ના ચેપને અટકાવવા (PPTCT) : નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ દરેક ગર્ભવતી મહિલાઓની એચ.આઈ.વી. તપાસ જરૂરી છે. અમદાવાદમાં ૪ પી.પી.ટી.સી.ટી. કેન્દ્રો આવેલા છે. જેમાં વાર્ષિક કુલ ૧,૩૮,૯૦૭(વર્ષ ૨૦૨૦-૨૦૨૧) બહેનોનું એચ.આઈ.વી. પરિક્ષણ કરવામાં આવેલ હતું તથા એપ્રિલ ૨૦૨૧ થી ઓકટોબર-૨૦૨૧ સુધીમાં કુલ ૯૮,૫૪૩ બહેનોનું એચ.આઈ.વી. પરિક્ષણ કરવામાં આવેલ છે. એચ આઈ.વી. પોઝેટીવ મહિલાઓની પ્રસ્તુતિમાં માતા બાળકની જોડીને નૈવીરાપીન નામની દવા આપવામાં આવે છે.

પ. માહિતી શિક્ષણ અને સંચાર (IEC) : અમ.મ્યુનિ.કોર્પો – એઈડ્સ કંટ્રોલ સોસાયટી અને સરકારની ઉપલબ્ધ સેવાના ઉપયોગ માટે સલામત વર્તણૂંક અને સ્વૈચ્છિક રકતદાન માટે એચ.આઈ.વી.ની તપાસ માટે અમદાવાદમાં જુદાં-જુદાં સ્થળોએ હોર્ડીંગ લગાવવામાં આવેલ છે. એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ ઉપર, રેલ્વે પ્લેટફોર્મ ઉપર હોર્ડીંગ, એલ.ઈ.ડી., ન્યુઝ પેપર, વેબસાઈડ,સોસીયલ મિડીયા, સાહિત્ય વિગેરે દ્વારા એચ.આઈ.વી. એઇડ્સ અંગે જનજાગૃતિ કરવામાં આવે છે.

૬. એચ.આઈ.વી. એઈડ્સના મુદ્દાને મુખ્ય પ્રવાહમાં લાવવો ઃ એચ.આઈ.વી. એઇડ્સના મુદ્દાને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જુદી જુદી પ્રવૃતિઓ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં આંગણવાડી કાર્યકરો, લીંક વર્કર, આરોગ્ય કાર્યકરો, સ્વસહાય જુથો પોલીસો, કોર્પોરેશનના કર્મચારીઓ, જુદા જુદા ખાનગી એસોસીએશનના કર્મચારીઓ, કોર્પોરેટ ક્ષેત્રના વ્યકિતઓ, નગર સેવકો, વગેરેની આ કાર્યક્રમ હેઠળ તાલીમ અને વકાલત કરવામાં આવે છે.

2030 સુધીમાં એઇડ્સનો અંત લાવવા માટે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને કાયદાકીય અસમાનતાઓને તાત્કાલિક દૂર કરવી પડશે.

એચ આઈ.વી ગ્રસ્ત લોકો પ્રત્યે થતા ભેદભાવ, અસમાનતાઓ ને અટકાવવા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન,એઇડ્સ કંટ્રોલ સોસાયટી છેલ્લા ૨૦ વર્ષ થી અમદાવાદ શહેરમાં એચ.આઈ.વી એઇડ્સ નિયંત્રણની કામગીરી કરી રહી છે અમદાવાદમાં એચ.આઈ.વી એઇડ્સને નિયંત્રણ કરવામાં ટીમ સફળ પણ રહી છે.

Next Article