GUAJARAT : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી
Significant rainfall forecast for Saurashtra and South Gujarat in 24 hours

GUAJARAT : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી

| Edited By: | Updated on: Jul 18, 2021 | 1:48 PM

Gujarat Rainfall Forecast : 21 જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સીસ્ટમ સર્જાશે, જેના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

GUAJARAT : રાજ્યમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 21 જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સીસ્ટમ સર્જાશે, જેના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદી સીસ્ટમનું જોર ઓછું થતા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આગામી 24 કલાકમાં સારો વરસાદ પડવાની શકયતા છે. (Gujarat Rainfall Forecast)