અમરેલીમાં ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર છરી વડે હુમલા કેસમાં થયો ચોંકાવનારો ખૂલાસો- Video

અમરેલીમાં યુવતી પર ભાવકા ભવાની મંદિરમાં છરી વડે હુમલો કરવાના સમગ્ર પ્રકરણમાં બે આરોપીની ધરપકડ થઈ છે. આ સમગ્ર કેસમાં ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેમા પ્રેમ પ્રકરણ હોવાનુ ખૂલ્યુ છે.

| Edited By: | Updated on: Sep 17, 2025 | 9:30 PM

અમરેલીમાં યુવતી પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા. તપાસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું. અમરેલીમાં સરાજાહેર યુવતી પર છરી વડે જીવલેણ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મંગળવારે સાંજે ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ થયો હતો. બે શખ્સોએ કરેલા હુમલામાં યુવતીને હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ. યુવતીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતીનો પૂર્વ પ્રેમી વિપુલ ધૂંધળવા નામનો શખ્સ સતત પીછો કરતો. આ ઘટનામાં પોલીસે હુમલો કરનાર વિપુલ ધૂંધળવા અને તેના સાગરિતને ઝડપી પાડ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અગાઉ યુવતી સાથે આરોપીને પ્રેમસંબંધ હતો. પરંતુ યુવતીની એક મહિના પહેલા સગાઈ થતા. આરોપી અને ભોગ બનનાર યુવતીની ટેલિફોનિક વાત બંધ થઈ ગઈ હતી. તેના કારણે જ યુવકે હુમલો કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો.. આરોપી વિરૂદ્ધ અગાઉ પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું. બીજી તરફ યુવતી પર હુમલાની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડતા DGPએ કેસની માહિતી મગાવી હતી. અમરેલીના સાંસદ અને ધારાસભ્યએ પણ યુવતીને મળી ખબરઅંતર પૂછ્યા હતા.

છોટાઉદેપુરના તુરખેડામાં વધુ એક પ્રસુતાનુ સમયસર સારવાર ના મળવાને કારણે મોત, રસ્તાના અભાવે ન પહોંચી શકી 108 એમ્બ્યુલન્સ- Video

Published On - 9:30 pm, Wed, 17 September 25