અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે શેહજાદ ખાન પઠાણની નિમણૂક

|

Jan 11, 2022 | 2:40 PM

દાણીલીમડાના કોર્પોરેટર શેહજાદ ખાન પઠાણને કોંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. જ્યારે ઉપનેતા તરીકે નીરવ બક્ષી અને દંડક તરીકે જગદીશ રાઠોડના નામની જાહેરાત કરાઇ છે.

આશરે એક વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના વિરોધ પક્ષના નેતા (Leader of the Opposition)ની જાહેરાત કરાઈ છે. દાણીલીમડાના કોર્પોરેટર શેહજાદ ખાન પઠાણ (Shahzad Khan Pathan)ને કોંગ્રેસ (Congress) એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. જ્યારે ઉપનેતા તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઇ છે. દંડક તરીકે જગદીશ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections) ની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ભાજપે તમામ બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે ત્યારે કોંગ્રેસ હજુ નાની નાની બાબતોમાં આંતરીક વિવાદમાંથી બહાર આવતું નથી. સામાન્ય પદ માટે પણ મોટા તોફાનો કરવા એ કોંગ્રેસની આદત બની ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાની વરણી જેવી બાબતમાં પણ વિવાદ ઊભો કરીને છેક દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે શેહજાદ ખાન પઠાણનું નામ આવતાં જ મોટો હોબાળો થઈ ગયો હતો. 10 જેટલા કોર્પોટેરોએ રાજીનામાં ધરી દીધાં હતાં અને એક મહિલા કોર્પોરેટરે તેની સાથે શેહજાદે અભદ્ર વર્ત કર્યું હોવાની ફરિયાદ પ્રિયંકા ગાંધીને કરી હતી. જોકે આ બધા વિરોધ છતાં અંતે શેહજાહને વિરોધપક્ષના નેતાનું પદ સોંપી દેવામાં આવ્યું છે જેથી વિરોધીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.

કોંગ્રેસના 24માંથી 12 કોર્પોરેટરો શેહજાદના વિરોધમાં

શેહજાદ ખાન પઠાણના વિરોધમાં અગાઉથી જ 10 કોર્પોરેટરોએ રાજીનામા આવી દીધા છે અને હજુ વધુ સિનિયર કોર્પોરેટર રાજીનામા મૂકવાની તૈયારીમાં છે. જો આવું થશે તો વિરોધપક્ષમાં કોર્પોરેટરોની સંખ્યા ઘટી જશે અને નિયમ પ્રમાણે કોંગ્રેસ વિરોધ પક્ષ જ રહેશે નહીં તેથી આ નિમણૂકનો કોઈ અર્થ જ નહીં રહે.

શું હતો વિવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા માટે શેહજાદખાન પઠાણનું નામ આગળ આવતાં જ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળીને રાજીનામા આપી દીધા હતા. જ્યારે કેટલાકે પ્રદેશ કાર્યાલય બહાર વિરોધ કર્યો હતો. કોર્પોરેટર રાજશ્રી કેસરીએ એક વિડીયો પ્રિયંકા ગાંધીને મોકલીને શહેજાદ ખાન પઠાણ સામે અભદ્ર વ્યવહારનો આક્ષેપ કર્યો છે, આ સાથે પ્રિયંકા ગાંધી સમક્ષ ન્યાયની માગ કરી હતી. જોકે આ બધાના રાજીનામાં સ્વીકારી લેવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે.

વિવાદ અને કોંગ્રેસ સિક્કાની બે બાજુ

કોંગ્રેસમાં નાની બાબતોમાં મોટા વિવાદ ઊભા કરવાનો સિરસ્તો બની ગયો છે. ક્યારેય પણ કોઈ પણ પદની વાત આવે ત્યારે વિવાદને મધપબડે છંછેડાયા વગર રહેતો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા તરીકેનો વિવાદ ફરી ભભૂક્યો છે. દિનેશ શર્મા બાદ હજુ પણ વિરોધપક્ષના નેતાનું કોકડું ગુંચવાયેલું જ છે. અમદાવાદના સ્થાનિક રાજકારણનો વિવાદ છેક દિલ્હી હાઈ કમાન્ડ સુધી પહોંચાડાયો છે. મહિલા કોર્પોરેટરોએ પ્રિયંકા ગાંધીને શેહજાદ સામે આક્ષેપ કરતા વીડિયો મોકલ્યા હતા તે પણ એડે ગયા છે. 10 કોર્પોરેટરોએ મૂકેલા રાજીનામાને પણ અવગણીને શેહજાદ પઠાણને ધરાર વિરોધ પક્ષના નેતા બનાવી દેવામાં આવ્યા છે. જોકે રાજકીય વિશ્લેષકો એવું પણ કહે છે કે કોંગ્રેસ મોડે મોડે હવે ભાજપના પગલે ચાલવા જઈ રહ્યો છે. તેણે રાજીનામા ધરીને સ્થાનિક નેતૃત્વને દબાવવાની કોશિશ કરતા લોકોની સામે ઝુકવાને બદલે તેમને સાઈડલાઇન કરવાની નીતિ આપનાવી છે અને એટલે જ તેઓ આ કોર્પોટેરેટરોના રાજીનામાં પણ સ્વીકારી લેશે.

Next Video