ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે તો ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી ગુજરાત ભાજપના કદાવર નેતા છે. શંકર ચૌધરી એક સહકારી આગેવાન છે. તેમજ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન છે. બનાસકાંઠાના રાધનપુર બેઠક પરથી તેમણે વર્ષ 1997માં પ્રથમ વાર તત્કાલીન સીએમ શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ 27 વર્ષની ઉંમરે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જ્યારે વર્ષ 1998માં રાધનપુર બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે વર્ષ 2014માં તેવો રાજ્ય સરકારના મંત્રી પણ બન્યા હતા. તો શહેરા બેઠક ઉપરથી જેઠા ભરવાડ 47, 281 વોટ પ્રાપ્ત કર્યા હતા.
બનાસકાંઠાના રાધનપુર બેઠક પરથી તેમણે વર્ષ 1997માં પ્રથમ વાર તત્કાલીન સીએમ શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ 27 વર્ષની ઉંમરે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જ્યારે વર્ષ 1998માં રાધનપુર બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
જેઠા ભરવાડે (આહીર) વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજેતા રહ્યા હતા . તેઓએ ચૂંટણી લડતા ભાજપના તખ્તસિંહ સોલંકીને હરાવ્યા હતા. જોકે વર્ષ 2017માં તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા. જેઠા ભરવાડે BA સુધીનો અભ્યાસ કર્યો છે.
Published On - 11:05 am, Thu, 15 December 22