શક્તિપીઠ બહુચરાજીમાં પણ નવરાત્રીની ઉજવણી,ઘટ સ્થાપન વિધિ કરાઇ

નવરાત્રી પૂર્વે બુધવારે બહુચરાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. જેમાં માતાજીના સાતેય વારના વાહનો, ગર્ભગૃહ તેમજ માતાજીની આગી તેમજ સિંહાસનની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી.

શક્તિપીઠ બહુચરાજીમાં પણ નવરાત્રીની ઉજવણી,ઘટ સ્થાપન વિધિ કરાઇ
Shaktipeeth Bahucharaji also celebrated Navratri Ghat Sthapan Vidhi was performed (File Photo)
| Edited By: | Updated on: Oct 07, 2021 | 9:04 AM

ગુજરાતના(Gujarat)  મહેસાણા(Mehsana) આવેલા શક્તિપીઠ બહુચરાજીના(Bahucharaji) ચાચર ચોકમાં નવરાત્રીનું ખૂબ વિશેષ મહત્વ છે. પહેલા નોરતે સવારે 7:30 કલાકે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. જ્યારે નવરાત્રી પૂર્વે બુધવારે બહુચરાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. જેમાં માતાજીના સાતેય વારના વાહનો, ગર્ભગૃહ તેમજ માતાજીની આગી તેમજ સિંહાસનની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી.

પ્રક્ષાલન વિધિમાં દૂધ, પંચામૃત, ગંગાજળનો ઉપયોગ કરી વિધિ કરાઈ હતી. પ્રક્ષાલન વિધિમાં અમદાવાદ તેમજ સ્થાનિક સોનીઓ તેમજ ભુદેવો જોડાયા.

આ પણ વાંચો : હાય રે  મોંઘવારી , ગુજરાતમાં હવે સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં પણ વઘારો

આ પણ વાંચો : Navratri 2021: આજથી નવરાત્રિનો શુભારંભ, ઉપવાસ પહેલા કરો આ કામ, દરેક મનોકામના પૂરી થશે

Published On - 9:01 am, Thu, 7 October 21