અમદાવાદથી કેવડીયા સુધીની સી-પ્લેન સેવા આ મહિના સુધી શરૂ થવાની શક્યતા

|

Oct 20, 2021 | 3:55 PM

ગુજસેલના સીઇઓ અને ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગના નિર્દેશક અજય ચૌહાણે એક સમાચાર પત્રને જણાવ્યું છે કે સી- પ્લેન માટેનો મેઇનટેન્સ બેઝ અહિયાં પણ તૈયાર થઇ ચૂક્યો છે.

અમદાવાદથી કેવડીયા સુધીની સી-પ્લેન સેવા આ મહિના સુધી શરૂ થવાની શક્યતા
Sea-plane service from Ahmedabad to Kevadia is likely to start by this month

Follow us on

ગુજરાતના અમદાવાદની(Ahmedabad) સાબરમતી નદીથી કેવડિયા કોલોની શરૂ કરવામાં આવેલી સી- પ્લેન (Sea Plane) સેવા ફરીથી જાન્યુઆરી માસ સુધી શરૂ થવાની શક્યતા છે. આ અંગે ગુજસેલના સીઇઓ અને ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગના નિર્દેશક અજય ચૌહાણે એક સમાચાર પત્રને જણાવ્યું છે કે સી- પ્લેન માટેનો મેઇનટેન્સ બેઝ અહિયાં પણ તૈયાર થઇ ચૂક્યો છે. તેથી હવે આ સેવા શરૂ થયા બાદ તેનું મેઇનટેન્સન પણ અહિયાં જ કરવામાં આવશે.

આ ઉપરાંત હાલસી-પ્લેન(Sea Plane)સેવા માટે નવું પ્લેન ખરીદવાની દરખાસ્ત ગુજરાત(Gujarat)સરકારે સિવિલ એવીએશન મંત્રાલયને કરી છે. જેમાં કોરોનાની બીજી લહેર બાદ સતત બંધ રહેલી સી- પ્લેન સેવાને પગલે નવું પ્લેન ખરીદવાની દરખાસ્ત પર મૂકવામાં આવી છે. જેમાં હાલ કાર્યરત સી- પ્લેનના સ્થાને 120 કરોડના ખર્ચે નવું સી- પ્લેન ખરીદવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે.

જેમાં મળતી વિગતો મુજબ રાજ્યની તત્કાલીન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન  વિભાગ સંભાળતા  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને 01  સપ્ટેમ્બરના રોજ  એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માગણી કરી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પરંતુ સરકાર બદલાતા આ અંગે હવે નવા મંત્રીએ ફોલો અપ લેવું પડશે. તેમજ રાજ્યના સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી અંગે ઝડપથી રજૂઆત પણ કરશે.

31મી ઓક્ટોબર 2020માં રિવરફ્રન્ટથી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સર્વિસમાં એકસાથે 19 લોકો બેસી શકે છે. અત્યારસુધીમાં 2500 જેટલા લોકોએ એમાં મુસાફરી કરી છે. જો કે હાલ પ્લેન રિપેરિગ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એવું નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800 થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મજયંતિએ 31 ઓક્ટોબર 2020 ના રોજ ભારતની પ્રથમ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. કેવડિયામાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી નદી સુધી ચાલતી આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કર્યો હતો. 01 નવેમ્બરથી સી પ્લેન સેવા ઔપચારિક રીતે શરૂ કરવામાં આવી હતી.

જો કે તેના થોડા સમય બાદ ટેકનિકલ ખરાબીના કારણે બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ એપ્રિલ 2021માં કોરોનાની બીજી લહેરની વ્યાપક અસર બાદ સી-  પ્લેન સેવા બંધ કરવામાં આવી છે. જે  હજુ પણ બંધ છે. તેમજ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સી -પ્લેન સેવા ફરી શરૂ કરવા અંગેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :   સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદ, ભલામણ ભલે કરી હોય પસંદગી કરાઇ હોય તો વિવાદ થાય : કુલપતિ

આ પણ વાંચો : Jammu Kashmir : શોપિયાંમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, બે આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત

 

Next Article