Ahmedabad: 214 શાળાઓને ક્લોઝર નોટિસ મળતા દોડતા થયા સંચાલકો, આટલી શાળાએ મેળવી ફાયર NOC

|

Sep 23, 2021 | 9:32 PM

Ahmedabad: શહેરની 214 શાળાઓને એક સાથે ફાયર NOC ને લઈને નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસથી શાળા સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

અમદાવાદમાં શહેરની 214 શાળાઓને એક સાથે ફાયર NOC ને લઈને નોટીસ આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ શાળાઓને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસથી શાળા સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જેની અસર હવે હોવા મળી રહી છે. ફાયર વિભાગ દ્વારા ક્લોઝર નોટિસ આપ્યા સ્કૂલ સંચાલકો મા દોડધામ થઇ ગઈ. નોટિસ મળ્યા બાદ લીધી ફાયર NOC લેવા માટે સંચાલકો દોડી ગયા. માહિતી પ્રમાણે નોટિસ બાદ 50 જેટલી સ્કૂલોએ ફાયર NOC લીધી છે. 214 થી વધારે સ્કૂલોને ફાયર વિભાગે ક્લોઝર નોટિસ આપી હતી. જેના પરિણામ હવે જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે AMC એ આપેલી નોટિસમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે 7 દિવસમાં બિલ્ડીંગ વપરાશ બંધ કરવામાં આવે. તેમજ એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો શાળા આ નોટિસનું ઉલ્લઘન કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સંચાલકો દ્વારા સરકારને આ 7 દિવસની મુદ્દત વધારવાની વિનંતી પણ કરવામાં આવી છે. જેથી તેઓ NOC મેળવી શકે.

 

 

આ પણ વાંચો: Ahmedabad: પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી માટે જી.સી.આર.આઇ કેન્સર હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયો દ્વિતીય ક્રમાંક

આ પણ વાંચો: સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ આપતા કહ્યું: ‘લોકોને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોણ છે તેની ખબર પડે એ જરૂરી’

Next Video