Ahmedabad: પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી માટે જી.સી.આર.આઇ કેન્સર હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયો દ્વિતીય ક્રમાંક

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી જી.સી.આર.આઇ. એટલે કે, ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે.

Ahmedabad: પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી માટે જી.સી.આર.આઇ કેન્સર હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયો દ્વિતીય ક્રમાંક
Ahmedabad GCRI Cancer Hospital
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 23, 2021 | 8:23 PM

Ahmedabad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજનાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય મંથન 3.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજના અંતર્ગત થયેલ કામગીરીન આધારે મુલ્યાંકન કરીને યોજનાના અમલીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનાર હોસ્પિટલને રેન્કિંગ આપવામાં આવ્યું હતુ.

જેમાં અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી જી.સી.આર.આઇ. એટલે કે, ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો. આ જાહેરાત કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી.

જી.સી.આર.આઇ. હોસ્પિટલને દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવારની ઉપલબ્ધતા, ઝડપી રીસપોન્સ ટાઇમ, હોસ્પિટલમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ સેવાઓ, એડવાન્સ ઉપકરણો વગેરે જેવા માપદંડોના આધારે આ ક્રમાંક આપવામાં આવ્યો છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

મહત્વનું છે કે, અમદાવાદ જિલ્લામાં વર્ષ 2020-21 દરમિયાન કુલ 16,246 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન હેઠળ 38.43 કરોડના ખર્ચે સારવારનો લાભ મેળવ્યો હતો. જેમાંથી જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં 8,766 દર્દીઓને 11.07 કરોડના ખર્ચે આ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

જી.સી.આર.આઇ. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ પ્રતિભાવમાં આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે જી.સી.આર.આઇ. હોસ્પિટલને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત મળેલ દ્વિતીય ક્રમાંકનો શ્રેય અમારી હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ અને કર્મચારીને ફાળે જાય છે.

અમારી હોસ્પિટલમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ સારવાર માટે દર્દીઓનો ધસારો જોવા મળે છે. જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કુલ દર્દીઓમાંથી 25 થી 30 ટકા દર્દી અન્ય રાજ્યોમાંથી આવે છે.

વધુમાં ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ અમારી હોસ્પિટલમાં અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ રેડિયોથેરાપી માટેના વિવિધ મશીનો પણ વિકસાવવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલમાં અન્ય અત્યાધુનિક સુવિધાઓ અને મશીનરી સાથેની સારવારે દર્દીઓની આરોગ્યલક્ષી જનસુખાકારીમાં વધારો કર્યો છે.

મહત્વનું છે કે, ગુજરાત આરોગ્ય ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં સ્વાસ્થ્ય સુવીધાઓ કેવી છે તે અંગે સમગ્ર દેશમાં માટે એક સંદેશારુપ ઉદાહરણ અમદાવાદની જી.સી.આર.આઇ. એટલે કે, ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટે પુરું પાડ્યું છે. રાજ્યમાં કોરોનાના સમયગાળા દરમિયાન પણ આરોગ્ય કર્મીઓ અને કોરોના વોરીયર્સનું ખુબ મોટૂં યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો: મક્કમ માતાએ દીકરાને જેલમાં મોકલવા અને પાઠ ભણાવવા સુનાવણી દરમિયાન જામીન અરજી પાછી ખેંચી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">