કોરોનાનું ગ્રહણ: પ્રાથમિક શાળાઓ શરુ ન થતા સ્કૂલવાન સંચાલકોની સ્થિતિ કફોળી, સરકાર પાસે કરી આ માગ

|

Nov 11, 2021 | 6:54 AM

કોરોનાકાળ સ્કૂલ વાન સંચાલકો માટે કાળો કહેર લઈને આવ્યો. લાંબા સમયથી આર્થિક મુશ્કેલી સહન કરી રહેલા સ્કૂલવાનના સંચાલકો અને ડ્રાઈવર સરકાર પાસેથી હવે શું માગ કરી રહ્યા છે ચાલો જાણીએ.

Jamnagar: કોરોનાકાળ (Corona) દરમિયાન બંધ થયેલા વેપાર-ધંધા ઉઘોગો ઠપ થયા. બાદમાં અનલોક (Unlock) થતા જ ઉઘોગને છુટછાટ મળી અને વેપાર ફરી શરૂ થયા. પરંતુ આ બધા વચ્ચે સ્કૂલો (School) તો શરૂ થઈ છે પરંતુ સ્કૂલવાન (School Van) સંચાલકોની સ્થિતિ નથી સુધરી, આ સ્થિતિ પાછળનું કારણ શું ? શું તેમની મુશ્કેલીનો કોઈ ઉકેલ છે ખરો ? ચાલો જાણીએ,

સ્કૂલો થઈ શરૂ પરંતુ સ્કૂલવાન સંચાલકો હજી મુશ્કેલીમાં છે. કોરોનાકાળથી લાગેલું ગ્રહણ દૂર થવાનું નામ નથી લઇ રહ્યું. તો આર્થિક સંકડામણથી બહાર નીકળવા સંચાલકો માગ કરી રહ્યા છે. સ્કૂલો તો શરૂ થઈ છે પરંતુ પ્રાથમિક શિક્ષણ કાર્ય હજી શરૂ ન થતાં સ્કૂલવાનના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આમ જોવા જઈએ તો જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી સ્કૂલવાનના સંચાલકોની આવક પર રોક લાગી છે. કેટલાય વાન સંચાલકોના વાહનો વેચાઈ ગયા, વાનના હપ્તા કેમ ભરવા એ પણ એક સવાલ માથે ઝળૂંબી રહ્યો છે.

સ્કૂલ તો કાર્યરત છે, પરંતુ મોટા બાળકો હોવાથી સાયકલ કે અન્ય વાહનમાં શાળામાં જતા હોય છે. જ્યારે વાનમાં જનારા નાના બાળકોની સંખ્યા જ ન હોવાથી વાન સંચાલકોની આર્થિક સંકડામણ વધી ગઈ છે. તેમની માગ છે કે સરકાર આ છુટછાટ આપે અને પ્રાથમિક શાળાઓ શરૂ થાય તો તેમના રોજગાર પણ શરૂ થાય

લાંબા સમયથી આર્થિક મુશ્કેલી સહન કરી રહેલા સ્કૂલવાનના સંચાલકો અને ડ્રાઈવર સરકાર પાસેથી કોઈ મોટા રાહત પેકેજ કે સબસીડીની આસ લગાવી રહ્યા છે.

 

આ પણ વાંચો: રોકડની તંગીનો સામનો કરી રહેલા બાંધકામ ક્ષેત્ર માટે સરકારે બનાવ્યો નવો નિયમ, કોન્ટ્રાક્ટરોને થશે ફાયદો

આ પણ વાંચો: Ahmedabad: શિયાળાની શરૂઆતમાં જ તિબેટીયન માર્કેટમાં જોવા મળી ભીડ, ગરમ કપડાંના ભાવમાં નજીવો વધારો

Next Video