સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 56મો પદવીદાન સમારોહઃ વિદ્યાર્થીઓના ગોલ્ડમેડલ કરતા નેતાઓનો ભભકો વધારે જોવા મળ્યો

|

Feb 01, 2022 | 5:08 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે 56મો પદવીદાન સમારોહ હતો, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા શિક્ષણમંત્રી જીતુ વાધાણી અને રાજ્યંત્રી કુબેર ડિંડોરની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી ઓડિટોરીયમ હોલમાં પદવાદાન સમારોહ યોજવામાં આવ્યો હતો, આ પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 108 વિદ્યાર્થીઓને 127 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 56મો  પદવીદાન સમારોહઃ વિદ્યાર્થીઓના ગોલ્ડમેડલ કરતા નેતાઓનો ભભકો વધારે જોવા મળ્યો
Saurashtra Universitys 56th Graduation Ceremony

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે 56મો પદવીદાન સમારોહ હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા શિક્ષણમંત્રી જીતુ વાધાણી અને રાજ્યંત્રી કુબેર ડિંડોરની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી ઓડિટોરીયમ હોલમાં પદવાદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 108 વિદ્યાર્થીઓને 127 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે પદવીદાન સમારોહ વિદ્યાર્થીઓની મહત્વપુર્ણ સિધ્ધિ હોય છે પરંતુ આ કાર્યક્રમમાં વિદ્યાર્થી કરતા નેતાઓના ભભકાનું મહત્વ વધારે જોવા મળ્યું હતું. ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થી 1500 રૂપિયા ઇનામ અપાયું જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ 2600 રૂપિયાની કોટી પહેરીને પોતાનો ભભકો દેખાડ્યો હોય તેવો ઘાટ ઘડાયો હતો.

મુખ્ય અતિથિના બદલે લ્હાણીની જેમ ડિગ્રી-ગોલ્ડ મેડલ અપાયા

કોઇપણ પદવી દાન સમારોહની તેની પોતાની એક ગરિમા હોય છે.દરેક વિધાર્થી કાર્યક્રમના મુખ્ય અતિથિના હસ્તે ડિગ્રી અને ગોલ્ડ મેડલ લેવાનું ઇચ્છતા હોય છે અને આ ગૌરવની ક્ષણ ગૌરવભેર ઉજવાય તેવી લાગણી વ્યક્ત કરતા હોય છે પરંતુ આ કાર્યક્રમમાં કાર્યક્રમના અઘ્યક્ષ અને મુખ્ય અતિથિ સહિતના ભાષણમાં એટલો સમય વ્યય કરી નાખ્યો કે છેલ્લા પદવી દાન એનાયત સમયે કોઇ લ્હાણી કરતા હોય તે રીતે એકસાથે તમામ વિઘાર્થીઓને બોલાવીને ગોલ્ડ મેડલ એનાયત કરી દેવામાં આવ્યા.કાર્યક્રમની ગરિમા ન જળવાતા ભાજપના જ સિન્ડીકેટ સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ભુલ સમજાતા શિક્ષણમંત્રીએ ફોટો સેશન કર્યું !

વિધાર્થીઓના જીવનની અમૂલ્ય અને મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બનવાને બદલે તેના કાર્યક્રમને નેતાઓ અને તેની વાહ વાહ પુરતો મર્યાદિત રાખતા વિધાર્થીઓમાં અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકોમાં એક પ્રકારનો કચવાટ જોવા મળ્યો હતો.આ વાત યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિના ધ્યાને આવતા તેઓની ભુલ સમજાય હતી અને તમામ વિધાર્થીઓ સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પાસે ફોટો સેશન કરાવ્યું હતું અને દરેક ગોલ્ડ મેડલ મેળવનાર વિધાર્થીને શિક્ષણમંત્રી મળ્યા હતા..

108 વિધાર્થીઓએ 127 ગોલ્ડ મેડલ મેળવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ફેક્લટીના વિધાર્થીઓએ પદવી મેળવી છે. જેમાં મેડિસીન 49,આર્ટસ 33,સાયન્સ 22,કાયદા 6,બિઝનેસ મેનેજમેન્ટ 5,હોમ સાયન્સ અને કોમર્સ 3-3,એજ્યુકેશન અને રૂરલ સ્ટડીઝ 2-2,ફાર્મસી અને હોમિયોપેથીમાં 1-1 મેડલ મેળવ્યા છે.

આ પણ વાંચોઃ આજથી અંબાજી મંદિરના દ્વાર ખુલ્યા, 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ કરાયુ હતું

આ પણ વાંચોઃ ગજબ કિસ્સોઃ 23 વર્ષીય યુવતી 15 વર્ષના કિશોરને ભગાડી ગઈ!

Published On - 4:54 pm, Tue, 1 February 22

Next Article