સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય, અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસનો થશે સમાવેશ

| Edited By: | Updated on: Oct 27, 2021 | 3:47 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિત માનસનો સમાવેશ કરવામાં આવશે. આ નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિધાર્થીઓ માટે શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિત માનસના પ્રસંગોને અભ્યાસક્રમમાં સમાવવામાં માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપકુલપતિ ડો. વિજય દેસાણીના કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા નવા સત્રથી બીએના અભ્યાસક્રમમાં આ બંન્ને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને પાઠ તરીકે ઉમેરવામાં આવશે.

આ માટે યુનિવર્સિટી દ્રારા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્રારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે. યુનિવર્સિટીનું માનવું છે કે આ પ્રકારના અભ્યાસક્રમથી વિધાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થશે.

તમને જણાવી દઈએ કે હાલમાં પુરજોશમાં નવી શિક્ષણ નીતિને અમલ કરવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ એક્ટીવ થઇ છે. અહેવાલો અનુસાર ડિસેમ્બર સુધીમાં નવા અભ્યાસક્રમ ઘડવાની કામગીરી પૂરી થઇ જશે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આર્ટસના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં અભ્યાસ ક્રમમાં ભગવદ્ ગીતા અને રામચરિત માનસને સમાવવામાં આવશે.

 

આ પણ વાંચો: Rescue Video : મા-દિકરાનો જીવ બચાવવા ભગવાન બનીને આવ્યા વન અધિકારી, જુઓ સાહસ અને બહાદુરીથી ભરેલો આ વીડિયો

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : બે દિવસની રાહત બાદ ફરી આવ્યા માઠાં સમાચાર, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Published on: Oct 27, 2021 09:01 AM