રાજકોટ (Rajkot) ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદની યુનિવર્સિટી બની ગઇ છે,બાબત કોઇપણ હોય પરંતુ તેના નિર્ણયો વિવાદનું કારણ બની જાય છે આ વખતે વિવાદ છે યુનિવર્સિટીના પદવીદાન સમારોહ (graduation ceremony) માં 1 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 108 વિદ્યાર્થીઓને 127 ગોલ્ડ મેડલ આપવાના છે,આ ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવારને 1500 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે જો કે નવાઇની વાત એ છે કે ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવારને 1500 રૂપિયા જ્યારે આ પુરસ્કાર આપનાર યુનિવર્સિટીના સત્તાધીશો માટે 2600 રૂપિયાની કોટિના ઓર્ડર આપવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા કુલપતિ, ઉપકુલપતિ, રજીસ્ટ્રાર, સિન્ડીકેટ સભ્યો અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો મળીને કુલ ૩૫થી વધુ કોટી આપવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે,સવાલ એ વાતનો થઇ રહ્યો છે કે ગોલ્ડમેડલ (Gold Medal) વિજેતા ઉમેદવારનું રોકડ પુરસ્કાર એક કોટિની કિંમત કરતા પણ ઓછું કઇ રીતે હોઇ શકે.યુનિવર્સિટી આવા ખર્ચાઓ કરી શકતી હોય તો હોશિયાર વિધાર્થીઓને રકમ આપીને શું તેની મજાક કરી રહી છે.
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિએ કહ્યું હતું કે કાર્યક્રમ ગરીમા પૂર્ણ લાગે તે માટે આ વર્ષે ભારતીય કોટિનો ડ્રેસકોડ રાખવાનું નક્કી કરાયું છે.જો કે વિધાર્થીઓ (students) ના પુરસ્કારને લઇને ટિપ્પણી કરવાનું ટાળ્યુ હતું અને યુનિવર્સિટીનો નિયમ હોવાનું કહીને યુનિવર્સિટીના સત્તાધીશોનો બચાવ કર્યો હતો,
આ અંગે કોંગ્રેસના નેતા અને સિન્ડીકેટ સભ્ય ધરમ કાંબલિયાએ કહ્યું હતું કે શિક્ષણના ધામમાં જે લોકોએ ગોલ્ડમેડલ મેળવ્યો છે તેવા ઉમેદવારોને નવાઝવા જોઇએ, 2600 નહિ પરંતુ 26000 રૂપિયાની કોટિ આવા હોશિયાર વિધાર્થીઓને આપવાને બદલે અલીબાબા ચાલીસ ચોર જેવા શાસકોએ શરમ નેવે મૂકી દીધી છે અને કોટિના નામે લાખો રૂપિયાનું બિલ પણ ફાડી નાખશે.આ અંગે કોંગ્રેસ દ્રારા શિક્ષણ મંત્રી અને સચિવ દખલગીરી કરે તેવી પણ માંગ કરી છે.
આપણ વાંચોઃ Rajkot: મહિલા કોન્સ્ટેબલે સિવિલ હોસ્પિટલમાં બ્રધરને લાફો માર્યો, હોસ્પિટલ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો
Published On - 4:21 pm, Wed, 19 January 22