Sabarkantha: લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!

|

Aug 04, 2023 | 4:52 PM

18 વર્ષ સુધીના બાળકો બચત કરી શકે એ માટે થઈને બાળ ગોપાળ બચત મંડળી ઈડરમાં ચલાવવામાં આવે છે. જ્યા બાળકો દ્વારા પોતાની બચતને જમા કરવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી આ મંડળી રુપની બેંકમાં હાલમાં 5 કરોડ રુપિયા બાળકોનો જમા છે.

Sabarkantha: લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!
સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ

Follow us on

બાળકો કરોડો રુપિયાનુ રોકાણ કરી શકે છે. એ પણ સહકારી ધોરણે વાત તમને જરા માન્યામાં ના આવે એવી છે પરંતુ આ કમાલ સાબરકાંઠા જિલ્લાના બાળકોએ કરી બતાવ્યો છે. 18 વર્ષ સુધીના બાળકો બચત કરી શકે એ માટે થઈને બાળ ગોપાળ બચત મંડળી ઈડરમાં ચલાવવામાં આવે છે. જ્યા બાળકો દ્વારા પોતાની બચતને જમા કરવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી આ મંડળી રુપની બેંકમાં હાલમાં 5 કરોડ રુપિયા બાળકોનો જમા છે. જ્યારે અત્યા સુધીમાં 16 કરોડ રુપિયાની રકમ બાળકોએ બચત કરીને એકઠી કરી છે. સાબરકાંઠાના બાળકોની બચતની વાત હવે લોકસભામાં વખાણાઈ છે.

આમ તો તમને એમ હશે કે, મહેમાનગતી કોઈના ઘરે અને ગયા અને બાળકને ચોકલેટ ખાવા માટે આપેલા પૈસાની બાળક ચોકલેટ જ ખાતો હશે. પરંતુ માન્યતા સાબરકાંઠાના કેટલાક બાળકોએ ખોટી ઠેરવી દીધી છે. કારણ કે અહીં બાળકોએ ચોકલેટ પાછળ પૈસા ખર્ચવા કરતા પોતાની બચત બેંકમાં વધારે પૈસા રોકે છે. બાળકો અહીં પોતા સગા સંબંધીઓ કે પછી પરિવારજનોએ આપેલ રકમને વાપરીને મોજ મસ્તી કે ચોકલેટ પાછળ ઉડાવવાને બદલે બચત બેંકની નાનકડી પેટીમાં જમા કરવામાં આવે છે. આવા 17 હજાર બાળકો છે, જેમણે પૈસાની બચત કરી છે અને કરોડો રુપિયા એકઠા કર્યા છે. લોકસભામાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ વખાણ કરતા કરી હતી. જેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો છે.

સંસ્કાર સિંચન કરવા કરાઈ શરુઆત

બાળકોને સંસ્કારનુ સિંચન કરવુ જરુરી છે. આ રીતે બચત કરવાની શરુઆતથી બાળકોમાં સારી આદત કેળવાઈ રહી છે. બાળકો પણ બચત કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. ખોટા ખર્ચ કરવાથી દૂર રહેવાનુ અંતર બાળપણથી જ બાળકમાં સર્જાતુ હોય છે. આવી શરુઆત ઈડરના લાલોડા ગામના એક પરિવારના બાળકોથી શરુઆત થઈ હતી. જે ધીરે ધીરે આગળ વધતા હવે બાળકોની સંખ્યા 17 હજાર પહોંચી છે, એમ મંડળીના ચેરમેન અશ્વિન પટેલે ટીવી9 સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

. આમ કરીને બાળકોએ અત્યાર સુધીમાં 16 કરોડ રુપિયાની બચત કરી શક્યા છે. હાલમાં પણ બાળકોએ બચાવેલી થાપણ રુપે બેંકમાં 5 કરોડ રુપિયાથી વધારેની થાપણ જમા છે. બાળકો લેપટોપ અને કોલેજની ફીથી લઈને અનેક રીતની જરુરીયાતો બચતના પૈસાથી કરી શકે છે.

રુપાલાએ લોકસભામાં કર્યા વખાણ

હાલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ પ્રકારે બચત કરવાનુ કાર્ય ચાલી રહ્યુ છે. મંડળી દ્વારા આ માટે નેટવર્ક ગોઠવવામાં આવ્યુ છે. જે મુજબ મંડળીએ નક્કી કરેલ એજન્ટ દર મહિને બચત પેટી ખોલીને તેમાં એકઠી થયેલ રકમ બાળકના ઘરેથી લઈને મંડળીમાં જમા કરાવતા હોય છે. કેન્દ્ર પ્રધાન પુરુષોત્તમ રુપાલાએ પણ આ વાતનો ઉલ્લેખ લોકસભામાં કર્યો હતો. જેને લઈ હવે આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને હવે આ અંગેની જાણકારી મેળવવા માટે દેશભરમાંથી ઈડરમાં ફોન આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: નવા ખરીદેલા ઘરનો દસ્તાવેજ કરવા ગયેલો યુવક કચેરીમાં જ ઢળી પડ્યો, 35 વર્ષના યુવાનનુ મોત

 સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:51 pm, Fri, 4 August 23

Next Article