Sabarkantha: 5100 યુવકોને ત્રિશુલ દિક્ષા અપાઇ, હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો કાર્યક્રમ

|

Mar 13, 2022 | 12:03 PM

હિંમતનગર (Himmatnagar) ખાતે ત્રિશૂલ દિક્ષા કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. 5100 જેટલા યુવાનોને ત્રિશૂલ દિક્ષા સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) માં સાધુ- સંતોની ઉપસ્થિતીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Sabarkantha: 5100 યુવકોને ત્રિશુલ દિક્ષા અપાઇ, હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો કાર્યક્રમ
સાધુ સંતોએ યુવાનોને સમાજ ઉપયોગી અને રક્ષા ભાવના અંગે માર્ગદર્શન આપ્યુ

Follow us on

વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) અને બજરંગ દળ (Bajrang Dal) દ્વારા હિંમતનગર ખાતે ત્રિશૂલ દિક્ષા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple, Himmatnagar) ખાતે યોજાયેલ દિક્ષા મહોત્સવમાં ઉત્તર ગુજરાતના સાધુ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતીમાં 5100 જેટલા યુવકોને દિક્ષા આપવામાં આવી હતી. દિક્ષા મહોત્સવમાં યુવકોએ જોડાઇને સાધુ-સંતોનુ માર્ગદર્શન મેળવ્યુ હતુ. દિક્ષાર્થી યુવાનોને સમાજ ઉપયોગી કાર્યોને લઇને સાધુ-સંતોએ મહત્વના માર્ગદર્શન આપ્યા હતા. પરિષદ અને બજરંગ દળ દ્વારા આફત અને કોરોના કાળ દરમિયાન કરેલ સેવાને પણ યાદ કરવામાં આવી હતી.

વખતો વખત ત્રિશૂલ દિક્ષા આપવામાં આવતી હોય છે. જેના થકી સમાજ ઉપયોગી કાર્યોમાં જોડાવવાનો જુસ્સો અને માર્ગદર્શન ઉપરાંત સમાજની રક્ષા કરવા માટે આહવાન કરવામાં આવતુ હોય છે. સમાજના યુવાનોને શિક્ષિત, સમરસ અને સંગઠિત કરવાનો પણ આ પ્રયાસ ગણાવ્યો હતો. આ સાથે જ યુવાનોને ગૌ રક્ષા, સંતો, સાધુઓ અને વર્તમાન સમયમાં બહેન દિકરીઓની સુરક્ષા અને સલામતિ કરવા માટે યુવાનોને પ્રેરણા આપવામાં આવી હતી. આમ રાષ્ટ્રની ઉન્નતી અને તે માટેની કટીબદ્ધતા અંગે પણ સંતો અને ઉપસ્થિત પ્રવક્તાઓએ માર્ગદર્શન દિક્ષા મહોત્સવમાં આપ્યુ હતુ.

પ્રથમ વાર વિશાળ સંખ્યામાં દિક્ષાર્થીઓનો ત્રિશૂલ દિક્ષા કાર્યક્રમ યોજાયો

હિંમતનગર શહેરમાં આવડી મોટી સંખ્યામાં એક સાથે ત્રિશૂલ દિક્ષા યુવાનો લઇ રહ્યા છે. યુવાનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાઇને સમાજ સેવામાં જોડાતા હોય છે. પરંતુ વિશાળ સંખ્યામાં હવે ત્રિશૂળ દિક્ષા આપવાનો આ પ્રથમ વાર કાર્યક્રમ મોટી સંખ્યાની દૃષ્ટીએ હિંમતનગરમાં યોજાયો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પરિષદ અને દળના કાર્યકરો અને પદાધિકારીઓએ કુદરતી આફત અને કોરોના કાળમાં અનેક જરુરિયાતમંદોને સેવાઓ પુરી પાડી હતી. ખાસ કરીને બેરોજગાર થયેલા યુવાનો અને પરિવારોને પણ મદદનો હાથ લંબાવ્યો હતો. અનેક પરિવારોને અનાજ અને કરિયાણાની કિટ પણ પુરી પાડવામાં આવી હતી. તેમજ સારવાર માટે પણ મદદ માટે પાંખના યુવાનો અને આગેવાનો ખડેપગ રહ્યા હતા. આમ હવે આવી આફતોનો સામનો કરવા માટે પણ યુવાનોની ભાવનાઓને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચોઃ WI vs ENG: એન્ટિગુઆ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થતા ઇંગ્લેન્ડ ટીમના નિર્ણય પર કાર્લોસ બ્રેથવેટ ભડક્યો, કહ્યુ ભારત સામે આમ કરી શક્યા હોત?

આ પણ વાંચોઃ IND vs SL: શ્રેયસ અય્યર 92 રનની ઇનીંગ રમીને પણ અણગમતી યાદીમાં સામેલ થયો, જેમાં સચિન, સહેવાગ, વેંગસરકર પણ છે

 

Next Article