સાબરકાંઠાઃ તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી

|

Jan 23, 2024 | 9:17 AM

સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ જાણે કે પરેશાની વધારી મુકી છે. જિલ્લામાં વધુ એક વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યાની ઘટના સામે આવી છે. જોકે આ વખતે ઘટના ધોળે દિવસે ઘટી છે. તલોદના દોલતાબાદમાં તસ્કરોએ ઘરનુ તાળુ તોડીને ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી હોવાની ઘટના નોંધાઈ છે.

સાબરકાંઠાઃ તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી
તલોદ પોલીસે નોંધ્યો ગુનો

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં ઠંડીના ચમકારા સાથે જ ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન હાલમાં રામ મંદિર મહોત્સવને લઈ પોલીસ સતર્ક હોવા વચ્ચે જ તસ્કરોએ હાથ ફેરાની ઘટનાઓ અજમાવી હોવાનું સામે આવી રહ્યુ છે. હિંમતનગરમાં વેપારી અને ચાર્ટડ એકાઉન્ટના ઘરે તસ્કરો ત્રાટકવાની ઘટના બાદ હવે તલોદમાં વેપારીના ઘરે તસ્કરોએ હાથ ફેરો કર્યો છે.

તલોદમાં જોકે તસ્કરોએ ધોળે દિવસે જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ સવારથી બપોરના અરસા દરમિયાન ઘરમાંથી ચોરી આચરી હોવાની ફરિયાદ તલોદ પોલીસ મથકે નોંધાઈ છે. ઘટના બાદ તલોદ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો ઘરમાં ઘૂસ્યા

તલોદ શહેરમાં બજારમાં રેડીમેડ કપડાની દુકાન ઘરાવતા અનિલસિંહ પ્રહલાદસિંહ સોલંકીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ અને તેમના માતા-પિતા તથા તેમની પત્નિ અને નાની બેન મળીને દહેગામ તાલુકામાં પોતાના ફોઈના ઘરે લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. સવારે 10.30 વાગે ફોઈના ઘરે લગ્નમાં જવા માટે મિત્રની કાર લઈને રવાના થયા હતા. જ્યાં લગ્નમાં હાજરી આપીને અનિલસિંહ અને તેમના પિતા પ્રહલાદસિંહ પરત ફર્યા હતા.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

આ દરમિયાન ઘરે બપોરે સાડા ત્રણેક વાગ્યાના આસપાસ આવીને જોતા ઘરના દરવાજાને લગાવેલ તાળુ તોડેલી હાલતમાં હતુ. તેમજ ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો. જેથી અનિલસિંહ અને તેમના પિતા ઘરમાં જઈને જોતા ઘરમાં સામાન વેર વિખેર પડ્યો હતો.

આ પણ વાંચો: અદ્ભૂત દિપોત્સવ સર્જાયો! પૌરાણિક વિષ્ણું મંદિર પર દિવડાઓની રોશની ઝળહળી ઉઠી, જુઓ

દોઢ લાખની મત્તાની ચોરી

ઘરમાં જોતા તિજોરી અને અને તેના લોકર પણ ખુલ્લા જોવા મળ્યા હતા. લોકરમાં રુપિયા 1.40 લાખ રોકડા મુકેલા હતા. તે તસ્કરો ઉઠાવી ગયા હતા. બીજી દુકાન ભાડે રાખી હોઈ તેમાં ભરવા માટે માલસામાન લાવવાનો હોઈ આ અંગે રોકડ રકમની વ્યવસ્થા કરી રાખેલ હતી. આ ઉપરાંત ચાંદીના દાગીના દશેક હજાર રુપિયાની કિંમતના હતા એ તસ્કરો ઉઠાવી ગયા હતા. આમ કુલ મળીને દોઢેક લાખ રુપિયાની મત્તા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. તલોદ પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સુધી પહોંચવા કડીઓ મેળવવી શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:16 am, Tue, 23 January 24

Next Article