
ઉનાળાની શરુઆત થવા સાથે જ અનેક વિસ્તારોમાં પાણીને લઈ સમસ્યા અનુભવાઈ રહી છે. ગુજરાતમાં જોકે હવે પીવાના પાણીની સમસ્યા ધીરે ધીરે ખૂબ જ ઘટતી જઈ રહી છે. જેમાં સરકાર સાથે પ્રજાનો સહયોગ પણ મોટો ફાળો નિભાવી રહ્યો છે. ઉનાળા દિવસો દરમિયાન પાણીની સમજાતી કિંમતને લઈ બારે માસ હવે લોકો પાણીની બચત કરવા માટે જાગૃતિ કેળવી રહ્યા છે. આવી જ રીતે સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામના લોકોએ પાણીની બચત કરવા માટે આધુનિક પ્રથાને અપનાવી છે. જેનાથી ગામમાં સ્વચ્છતા પણ જળવાઈ રહેવા લાગી છે અને સાથે જ પાણીની બચત પણ થવા લાગી છે. તખતગઢ ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પાણીના મીટરની પ્રથા અપનાવવામાં આવી છે. જેને લઈ હવે ગામના લોકોને પાણી હવે ટીંપે ટીંપાના હિસાબ સાથે મળે છે. ગામના લોકોની સમજણને સલામ વાત છે, તખતગઢ ગામની. આ ગામના લોકોએ જે વાતને અપનાવી લીધી છે એ બિરાદાવવા માટે શબ્દો ઓછા પડે. સામાન્ય રીતે કોઈ પણ પ્રાથમિક સુવિધા કે પાયાની સગવડો પર કર કે બિલ શબ્દ લાગે એટલે...
Published On - 6:09 pm, Sat, 27 April 24