Sabarkantha: કોરોનાકાળમાં માનસિક દબાણ અનુભવતા નાગરીકોને મદદ કરવા પોલીસનો પ્રયાસ, ઉભી કરી ખાસ સુવિધા

|

Jun 25, 2021 | 8:24 PM

કોરોનાકાળ દરમ્યાન અનેક લોકોને એકલતા અને આર્થિક સંકટ તેમજ સ્વજન ગુમાવવા સહિતની બાબતોથી માનસિક અસ્વસ્થતા અનુભવાય છે. જેને લઈને હવે સાબરકાંઠા પોલીસે મદદ શરુ કરી છે.

Sabarkantha: કોરોનાકાળમાં માનસિક દબાણ અનુભવતા નાગરીકોને મદદ કરવા પોલીસનો પ્રયાસ, ઉભી કરી ખાસ સુવિધા
Sabarkantha Police-SP-Niraj Badgurjar

Follow us on

આમ તો તમે વિચાર્યુ હશે કે પોલીસ ( Police) કોઈ ઘટના સર્જાય કે પછી કાયદાનો ભંગ થતો લાગે ત્યારે મદદે દોડી આવતી હશે. પરંતુ જો તમને આસપાસમાં અસુરક્ષિત નહી પરંતુ માનસિક રુપે અસુરક્ષિતતા લાગતી હોય તો મદદે દોડી આવી શકે છે. સાબરકાંઠા પોલીસે (Sabarkantha Police) હવે આ દિશામાં પહેલ શરુ કરી છે. જે મુજબ લોકો કોરોનાકાળ (Corona Virus) માં પરિવારજનને માનસિક રીતે તાણ કે અસ્વસ્થતા (Mental Depression) જણાતી હોય ત્યારે પોલીસની મદદ મેળવી શકાશે.

 

આ માટે પોલીસ કંટ્રોલ રુમ (Police Control Room) કે 100 નંબર ડાયલ કરવાથી મદદ માટે પોલીસ હાજર થઈ જશે. કોરોનાકાળ દરમ્યાન અનેક લોકોને એકલતા અને આર્થિક સંકટ તેમજ સ્વજન ગુમાવવા સહિતની બાબતોથી માનસિક અસ્વસ્થતા અનુભવાય છે. જેને લઈને હવે સાબરકાંઠા પોલીસે મદદ શરુ કરી છે. કારણ કે ક્યારેક વધુ પડતી અસ્વસ્થતા અણગમતી ઘટના સુધી પ્રેરી જતી હોય છે. જેથી તેમને સમયે યોગ્ય કાઉન્સેલીંગ આપવુ જરુરી વર્તાઈ રહેવા લાગ્યુ છે.

Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

 

જે મુજબ એક કોલ પોલીસને કરવાથી માનસિક તાણને દુર કરવા માટે સલાહ આપનાર અને પ્રોફેશનલ કાઉન્સીલીંગ કરનાર આવીને યોગ્ય મદદ પુરી પાડશે. જિલ્લા પોલીસે એક નંબર જાહેર કર્યો છે, જે અંતર્ગત તેઓ કોઈપણ પ્રકારની સલાહ, સહાયતા અને મદદ મેળવી શકાય. જિલ્લા પોલીસ કંટ્રોલ રુમના ફોન નંબર 02772 246733 પર કોલ કરી સહાય મેળવી શકાશે.

 

સાબરકાંઠા SP નિરજ બડગુર્જરે (Niraj Badgurjar) કહ્યું હતુ કોરોનાકાળ દરમ્યાન કેટલાક લોકો માનિસક તણાવ અનુભવતા હોય છે. જેને લઈને અમે આ સેવાનો આરંભ કર્યો છે. કંટ્રોલ રુમમાં કેટલાક સ્ટાફને આ અંગે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. જે વૃદ્ધો એકલતા અનુભવતા હોય તેમને પણ મદદ માટે ધ્યાન રાખી રહ્યા છીએ.

 

પોલીસ ખરા અર્થમાં ‘મિત્ર’

પોલીસ કર્મીઓ લોકોને પહેલા સુરક્ષિત માહોલ પુરો પાડતા હતા જ, પરંતુ હવે તેમાં થોડોક ફેરફાર કર્યો છે કે પોલીસ મિત્રની માફક ખભે હાથ મુકીને રાહતનો અહેસાસ કરાવશે. પોલીસની પીસીઆર વાન હવે મિત્ર બનીને ઘરના દરવાજે પહોંચે તેવો પ્રયાસ શરુ કરાવમાં આવ્યો છે. આ સેવા દ્વારા એકલતા અનુભવતા વૃદ્ધોને પણ પોલીસ માનસિક રીતે મદદ કરવાનો પ્રયાસ કરશે.

 

કપરા સમયને પારખી SP, DySPએ ‘કોલ’ અજમાવ્યો

કોરોનાકાળ દરમ્યાન શરુઆત પોલીસના પરિવારો અને પોલીસ કર્મીઓને એક બીજાની પૃચ્છા કરીને દરકાર રાખવાની શરુ કરી હતી. એસપી સહિતના અધિકારીઓ ખુદ પોલીસ કર્મીઓને કોરોનાકાળ દરમ્યાન ફોન કરીને હાલચાલ પુછતા હતા. જે પ્રયોગ સફળ લાગવા લાગતા હવે, યોગ્ય મદદ સાથે નાગરિકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

 

મદદ મેળવનારે શેર કર્યો અનુભવ

કોરોનાકાળમાં માનસિક તાણ અનુભવી રહેલા જાકીર હુસૈને પોતાના અનુભવને શેર કર્યો હતો. તેમણે કહ્યું હતુ, કે તે કરિયાણાની નાનકડી દુકાન ધરાવે છે. તે કોરોનાકાળમાં બંધ થઈ ગઈ હતી અને બાદમાં ધંધો મંદ પડવાનું માનસિક દબાણ રહેતુ હતુ. હેલ્પ લાઈન પર ફોન કરતા મને સલાહ અને માર્ગદર્શન આપવામાં આવી હતી.

Published On - 8:09 pm, Fri, 25 June 21

Next Article