Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો

|

Mar 30, 2022 | 10:31 PM

જે રીતે ખેતરમાં અન્ય પ્રકારની ખેતીના બદલે પ્રતિબંધિત માદક વનસ્પતિનીનુ જ વાવેતર કરેલુ જોઈ દરોડો પાડવા ગયેલી સાબરકાંઠા પોલીસ (Sabarkantha Police) ની ટીમ દંગ રહી ગઈ

Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો
SOG ની ટીમે ખાનગી બાતમી આધારે સફળતા મેળવી

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લો આમ પણ નશીલા પદાર્થોની હેરાફેરીના માર્ગ માટે જાણીતો છે, પરંતુ હેરાફેરીના બદલે અહીં જ નશીલા પદાર્થોનુ ઉત્પાદન કરવાની ઘટના સામે આવતા પોલીસ પણ દંગ રહી ગઈ છે. છેલ્લા કેટલાક સમય થી સાબરકાંઠા જિલ્લા પોલીસ (Sabarkantha Police) ની સ્પેશીયલ ઓપરેશન બ્રાન્ચે (Special Operations Branch) નશીલા પદાર્થો ઝડપી લેવાને લઇ ખૂબ જ એક્ટીવ જણાઈ રહી છે. આ દરમિયાન ખેતરમાં વાવણી કરેલ નશીલા પદાર્થનુ ઉત્પાદન કરતા મોટી સંખ્યામાં છોડનો ઉછેર કરાયો હોવાનુ પર્દાફાશ કર્યો છે. SOG ના મહિલા પીએસઆઈની આગેવાની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર વાવેતર શોધી નિકાળ્યુ છે.

છેલ્લા કેટલાક સમય થી સાબરકાંઠા SOG એ એમડી ડ્રગ્સ થી લઈને ગાંજો અને અન્ય નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણને ઝડપી લીધા છે. મહિલા પીએસઆઈ કોમલ રાઠોડ દ્વારા આ અંગે દરોડા પાડીને નોંધપાત્ર કેસો કરીને નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણ કરનારાઓ પર ધોંસ બોલાવી દીધી છે. આ દરમિયાન હવે માદક પદાર્થનુ વાવેતર ઝડપી પાડ્યુ છે.

પીએસઆઈ કોમલ રાઠોડને બાતમી મળી હતી અને જેને પગલે એસઓજીની ટીમ દ્વારા વિજયનગર તાલુકાના ખેરવાડા ગામે દરોડો પાડ્યો હતો. કોમલબેનને અગાઉથી જ જાણકારી ખાનગી રાહે મળી હતી કે, ચોક્કસ ખેતરમાં સંખ્યાબંધ ગાંજાના છોડનો ઉછેર વાવેતર કરીને કરવામાં આવી રહ્યો છે. જે મુજબ તેઓએ સ્થળ પર ખેતરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક બાદ એક 83 જેટલા છોડનુ વાવેતર કરવામાં આવેલુ હોવાનુ જણાઈ આવ્યુ હતુ. સ્થાનિક વિજયનગર પોલીસને અંધારામાં રાખીને ગાંજાના છોડનુ વાવેતર કરવામાં આવ્યુ હતુ. એસઓજીની ટીમે 52.850 કીલોગ્રામ ગાંજાના છોડને જપ્ત કરી લીધા જેની કિંમત 3.17 લાખ રુપિયા અંદાજવામાં આવી છે.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો

એસઓજી પોલીસે ખેડૂત વિરુદ્ધ ગુન્હો નોંધ્યો

સાબરકાંઠા એસઓજી ટીમના પીએસઆઈ કોમલ રાઠોડે વિજયનગર પોલીસ મથકે જે ખેતરમાં વાવેતર કરવામાં આવ્યુ હતુ, તે ખેતરના માલિક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. 63 વર્ષીય ખેતર માલિક લક્ષ્મણભાઇ જિવાજી નિનામા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી હતી. વિજયનગર પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેટર પીપી જાનીએ ગુન્હાની તપાસ હાથ ધરી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ કિંગ્સનો આ ખેલાડી ફીટનેસથી પરેશાન, ટીમથી બહાર થયા બાદ હવે વિરાટ કોહલી પાસે ભણશે પાઠ!

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

 

Published On - 10:31 pm, Wed, 30 March 22